________________
લોકસત્કારાદિ તો તીર્થકરોના પણ થાય છે. પણ તેઓ તેમાં ય કર્મની નિર્જરા કરે છે. લોકસત્કારાદિથી નુકશાન છે પ્રમાદીને. કારણ કે એનો પ્રમાદ લોકસત્કારાદિને કુઠાર બનાવી દે છે. રહ્યો-સહ્યો આધાર - સમ્યત્વવૃક્ષ પણ તેનાથી કપાઈ જાય છે. રે.... મોહરાજાની કેવી ગંદી રમત ! કેવી મેલી ચાલ ! કેવું લુ હાસ્ય ! અને આતમરામની કેવી મૂર્ખતા ! કેવો આત્મઘાતી હર્ષ!
કહેવાય છે કે જ્યારે ઉદર પગ કાતરે ત્યારે સાથે સાથે ફૂંક મારતો જાય છે. ઘા થાય, લોહી નીકળે, પણ એ પીડા ફૂંકને કારણે ન જણાય. ઉંદરભાઈ તો ફૂંક મારતા જાય ને પગ કાતરતા જાય. ઊંઘમાં ને ઊંઘમાં કાંઈ ખ્યાલ ન આવે. આંખ ખૂલે ત્યારે ખબર પડે કે પગમાં કેટલો ઊંડો ઘા પડી ગયો છે. પછી તો અસહ્ય પીડાને ભોગવી લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે.
મોહરાજાએ પણ આ મૂષકનીતિ અપનાવી છે, એ ફૂંક મારતો જાય છે અને સાધનાને કાતરતો જાય છે. બિચારો આતમરામ! રોવાના સ્થાને હસતો રહે છે. ઓ મુનિ ! કદી એમ ના માનીશ કે લોકો મને નમે છે. વાસ્તવિકતા તો આ છે
गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान्। विना गुणान् वेषमृषेर्बिभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः॥८॥
લોકો તને નથી નમતા, પણ તારામાં ગુણો છે એમ સમજીને એ ગુણોને નમે છે. ઉપધિ, વસતિ, આહાર, શિષ્ય આ બધુ પણ તારા ગુણોને આશ્રીને જ વહોરાવે છે. એ સાધુ! જો
( ૩૭ )