________________
ધર્મ વ તો હન્તિ, ધૌરક્ષતિ રક્ષિતઃ ॥રૂ-૩૧રૂ-૧૨૮
જે ધર્મને હણે છે, એને ધર્મ જ હણી નાખે છે. જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ સ્વયં કરે છે.
શંકા- આરાધના ઓછી છે તો એટલું ઓછું ફળ મળશે, વિરાધના છે તો એટલી આરાધના કપાઈ જશે. પણ ગ્રંથકારશ્રી નિશ્ચિંત દુર્ગતિ પ્રત્યે ઇશારો કરી રહ્યા છે એ વાત મગજમાં બેસતી નથી.
સમાધાન- ગ્રંથકારશ્રી આ જ ગેરસમજને દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
દૂધપાકમાં એસિડ પડે તો ‘મીઠાશ ઘટશે’ એટલું જ નુકશાન થશે ? કે પછી આખે આખા દૂધપાકનું જ નુકશાન થશે ? જવાબ સ્પષ્ટ છે. ઉત્તરાધ્યયન સૂત્ર તો ચોક્ખા શબ્દોમાં કહે છે કે વિરાધના = દુર્ગતિ. तमंतमेणेव उसे असीले,
सया दुही विप्परियासुवेइ ।
संधावइ नरयतिरिक्खजोणिं, મોળ વિનાદેત્તુ અસાદુ વે॥ ૨૦-૪૬॥
તે અશીલ આત્મા હંમેશા અંધારામાં જ રહે છે. અનેક ગેરસમજો એના મનને ફોલી ખાય છે. અનેક સંક્લેશો એને સદા દુ:ખી-દુ:ખી કરી મુકે છે. કર્તવ્યમાં અકાર્યદર્શન અને અકાર્યમાં કર્તવ્યદર્શન આ દૃષ્ટિવિપર્યાસ બળતામાં ઘી હોમે છે. અને પછી એ વેશધારી સાધુ-વાસ્તવમાં અસાધુ સંયમની વિરાધના કરીને નરક અને તિર્યંચ ગતિ તરફ દોટ મુકે છે.
ગ્રંથકારશ્રી બહુ પ્રેમથી એ આત્માનો કાન પકડે છે અને એક કટુસત્ય સંભળાવે છે કે, તું જ તારી જાતને જોઈ લે, તું જ તારી સાધનાનું (33)