________________
અને ભાવસ્તુનનું પણ નિરૂપણ કરી તેના ભયંકર ભવિષ્યને પ્રગટ કરતાં કહ્યું છે
तवतेणे वयतेणे रूवतेणे य जे गरे। आयारभावतेणे य कुव्वइ देवकिव्विसं॥ लभ्रूण वि देवत्तं उववन्नो देवकिव्विसे। तत्थावि से न याणाइ किं मे किच्चा इमं फलं॥ तत्तो वि से चइत्ताणं लब्भिइ एलमूअगं। नरयं तिरिक्खजोणिं वा बोहि जत्थ सुदुल्लहा॥
જે મનુષ્ય તપસ્તન, વયસ્કેન, રૂપસ્તન, આચારસ્તન અને ભાવસ્કેન છે, તે કિલ્બિર્ષદેવ બને છે. કદાચ અન્ય સાધનાઓના પ્રભાવે તેમને દેવલોક મળી જાય, તો ય આ માયાદોષના કારણે તેમને હલ્કા-ભંગી દેવ થવું પડે છે. આખી જિંદગી મહર્બિક દેવોના વેતરા કરવા પડે છે. અસંખ્ય વર્ષો સુધી બીજાની સમૃદ્ધિ જોઈ જોઈને ઈર્ષ્યાથી બળતા રહેવું. પડે છે. પણ ત્યાં ય તેમને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એ નથી જણાતુ કે ક્યા કર્મથી હું કિલ્બિષિક દેવોમાં ઉત્પન્ન થયો ? દેવાયુષ્ય પૂર્ણ થતા એ ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય તો ય મૂંગા-બહેરાના અવતારો પામે છે, અથવા તો નરક કે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. એક અશુભ ભવથી અશુભ ભવોની પરંપરા ચાલુ થાય છે. ભવ જ એવો મળે કે જ્યાં બોધિ દુર્લભ જ નહીં, અત્યંત દુર્લભ હોય. (અહીં નરગતિ કહી તે એકાંતરિતાદિ સમજવી. અથવા તો મૃગાપુત્રાદિવત્ મનુષ્ય કે તિર્યંચનો ભવ પણ નરકના જેવા દુઃખવાળો હોય, તેની અપેક્ષાએ સમજવો.)
આ બધી વાતોનો વિચાર કરીએ એટલે ‘મુગ્ધપ્રતારણ' શબ્દ વધુ ને વધુ ભયંકર લાગ્યા વિના ન રહે. “માયા-પ્રપંચ એટલે દંભથી ખોટું
. ( ૨૪ )