________________
બોલવું એવું જ નથી. ઉપરોક્તાનુસાર તપસ્તન વગેરેના આચરણમાં ય માયા જ છે. માયા જેટલી સૂક્ષ્મ બને એટલી એ વધુ સંક્ષિપ્ત સંભવે છે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે
एगमवि मायी मायं कटु नो आलोएज्जा जाव नो पडिवज्जेज्जा णत्थि तस्स आराहणा॥ ५९७॥
માયાવી જીવ એક વાર પણ માયા સેવીને આલોચના ન કરે, યાવત્ યથાઈ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે એ વિરાધક બની જાય.
યા તો એ વાતની આવે કે માયાવી છે તો શુદ્ધ આલોચના શી રીતે કરશે ? અને શુદ્ધ આલોચના નહીં કરે તો આરાધક શી રીતે બનશે ? રે... એક માયા સમગ્ર ચારિત્રનું ધનતપનોત કાઢી નાખે. અરે.... ચારિત્રની તો શું વાત કરવી ? સમ્યત્વનું પણ સત્યાનાશ નીકળી જાય.... પૂ. ઉદયરત્ન ઉપાધ્યાયે માયાની સઝાયમાં કહ્યું છે
“સમકિતનું મૂળ જાણીએ સત્ય વચન સાક્ષા; સાચામાં સમકિત વસે, માયામાં મિથ્યાત્વ રે..... મ કરીશ માયા લગાર રે પ્રાણી ! મ કરીશ માયા લગાર રે...'
તપસ્તન વગેરેની ભયાનક દુર્ગતિનું વર્ણન કર્યા પછી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
एयं च दोसं द₹णं नायपुत्तेण भासियं।
[માર્યાપિ મેહાવ માથાનોવિજ્ઞUI ૬-૨-૪૬ ..
આ દુષ્પરિણામોને જોઈને જ પ્રભુ વીરે કહ્યું છે કે જો બુદ્ધિમત્તા હોય તો અણુમાત્ર જેટલો ય માયા-મૃષાવાદ સેવતા નહીં. અન્યથા કર્મસત્તા તમારા છોતરા કાઢી નાખશે.
( ૨૫ )