________________
ગૃહિલિંગસિદ્ધ બનીને મરુદેવા માતા મોક્ષે સિધાવ્યા. સંગમે એકવાર ઉછળતા ભાવે ખીર વહોરાવી, શાલિભદ્ર બન્યો, રૂર પત્ની અને પેટીઓ તો મળી, સાક્ષાત્ પ્રભુ વીર મળ્યા, બોધિલાભ મળ્યો, ઉગ્ર ચારિત્ર મળ્યું, સર્વાર્થસિદ્ધ દેવલોક અને એકાવતારિપણું મળ્યું. વિપાકસૂત્રમાં સુખવિપાકના ૧૦ દૃષ્ટાન્તો છે. જેમાં સુબાહુકુમાર વગેરે રાજકુમારોએ પૂર્વભવમાં માત્ર એક વાર ઉછળતા ભાવે સુપાત્રદાન કર્યું હતું. આ સિવાય બીજી કોઈ આરાધના-સાધનાનો કોઈ ઉલ્લેખ નથી. રાજકુમાર થયા. ૧૦૦ રાજકુમારીઓના પતિ થયા. ૬૦૦ મહેલની વચ્ચે પોતાનો મહેલ.... દિવ્યભોગો.... તેની સાથે પ્રભુ વીરનો યોગ, બોધિલાભ, વૈરાગ્ય અને ચારિત્રની પણ પ્રામિ.. દેવ-મનુષ્યના ૧૬ ભવોમાં ઉત્તરોત્તર ઉચ્ચતર દેવલોકમાં જઈ છેલ્લે મોક્ષે જશે. મૂળમાં છે માત્ર એક વારનું સુપાત્રદાન. મેઘકુમારે હાથીના ભવમાં એક સસલાની દયા કરી. રિવોર્ડ મળ્યો રાજકુમારપણું, તીર્થકરયોગ, ચારિત્ર અને આસન્નસિદ્ધત્વ.
આ દૃષ્ટાંતોનો સાર એ જ છે કે આપણે ઘણા ઊંચા આવ્યા એટલે આપણું જોખમ વધ્યું છે. કર્મસત્તા આપણા માર્ક્સ ક્યાં કપાય છે, એને સૂક્ષ્મતાથી શોધી રહી છે. આપણે જરા પણ ગાફેલ રહ્યા એટલે ગયા. તળિયે બેઠા હોય એને શું ભય ? ભય તો શિખરારોહણ કરનારાને જ હોય ને ?
ગ્રંથકારશ્રીએ ચૌદમા અધિકારમાં કહ્યું છેयस्यास्ति किञ्चिन्न तपोयमादि,
ब्रूयात् स यत्तदुदतां परान् वा। यस्यास्ति कष्टाप्तमिदं तु किन्न, તભ્રંશમી: સંવૃyતે જ યોગાનું?I૧૪-૨૦ છે.
(૨૭)