________________
યમરાજ જ કરે છે. અર્થાત્ કોઈથી સજા ન થાય તો છેવટે મૃત્યુ તો સજા કરવા માટે તૈયાર જ છે. કાશ, જો પાપનું ફળ તાત્કાલિક મળતું હોત, તો આત્મા પાપ છોડી દેત અને સુખી થાત. તાત્કાલિક ફળ ન મળવાના કારણે જીવની દષ્ટિ પાપના ફળને જોઈ શકતી નથી. અનેકગણા પાપો કરે છે, અને તેના કારણે અસંખ્ય કે અનંતકાળ સુધી પણ આ સંસારમાં ભટક્યા કરે છે. મૃત્યુ અને નરકાદિ દુર્ગતિ, આ બે નો વિચાર કરે તે કોઈ સંયોગોમાં અનાચાર ન સેવે. વેષથી મૃત્યુ કે નરક ડરી જાય, એ વાત તો દૂર છે, ચારિત્રશૂન્ય વેષ તો નરકનું કારણ બની જશે, એ જણાવતા કહે છે
वेषेण माद्यसि यतेश्चरणं विनाऽऽत्मन् !, पूजां च वाञ्छसि जनाद्बहुधोपधिं च। मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्त्तरीयम्॥५॥
ઓ મુનિ ! તું ચારિત્ર વિના વેષમાત્રથી ગર્વિત થાય છે. લોકો પાસેથી તને સત્કાર અને સન્માનની અપેક્ષા છે. પણ મને કહેવા દે કે આ રીતે તો ભોળા લોકોને છેતરીને તું તારી નરકનું સર્જન કરી રહ્યો છે. ઓ આત્મા! તું તો અજાગલકર્તરીય ન્યાયનું પ્રત્યક્ષ ઉદાહરણ બની રહ્યો છે.
એક હતો કસાઈ, વાડામાંથી એક બકરીને વધસ્થાને લઈ આવ્યો. બકરીને કાપવાની તૈયારી કરી. એ તૈયારીમાં એનો છરો ધૂળમાં ઢંકાઈ ગયો. કસાઈ છરો શોધવા ફાંફા મારે છે, પણ છરો ક્યાંય દેખાતો નથી. એ સમયે બકરી પોતાની હોંશિયારી બતાવે છે. એને ખબર છે કે છરો ધૂળમાં ઢંકાઈ ગયો છે. એ પોતાના મોઢાથી ધૂળ દૂર કરીને છરાને પ્રકટ કરી દે છે. કસાઈ તરત જ છરો લઈ લે છે. અને એક જ ઝાટકે બકરીનું માથું કાપી નાખે છે.
( ૨૦ )