________________
થઈને પસાર થઈ જાય, ખસવાની જગ્યા જ નહીં. જાણે માથે લટકતી તલવાર. કઈ સેકન્ડે મોત આવે, એ કહી ન શકાય. મન ઉચ-નીચુ થઈ ગયું, કે આનો વિકલ્પ શું? પણ શાંતિથી વિચાર કરતા એમ લાગ્યું કે મોત તો પ્રત્યેક ક્ષણે લગોલગ જ છે. જેવું જોખમ એવા વિહારમાં છે એવું જ જોખમ ઉપાશ્રયમાં પણ છે. દુનિયા મારા પગે પડે, મારી પ્રશંસા કરે, ‘આ છે અણગાર અમારા....' ઈત્યાદિ બિરુદાવલીથી મને ગમે તેટલો ઉપર ચડાવે, પણ તો ય મારા માથે એક બોસ છે, જેનું નામ છે મૃત્યુ. એ કોઈ પણ સમયે મારી બદલી કરી દેશે. એ મને કોઈ પણ સ્થળે નાખી દેશે. એ મને મહારાજ સાહેબમાંથી મકોડો પણ બનાવી દેશે. એ મને શ્રમણમાંથી થાન પણ બનાવી દેશે. એ મને અધમમાં અધમ સ્થાને પણ નાખી દેશે.
પૂર્વકાળના રાજાઓ યુદ્ધ જીતીને આવે ત્યારે એમને એવો અહંકાર થઈ જતો “પ્રવUક્યો’િ - હું અજંક્ય છું. મારો કાન પકડનાર, મને શિક્ષા કરનાર કોઈ નથી. તે સમયે તેના ગુરુઓ તેને કહેતા ‘ધર્મUSચો.સિ’ – હે રાજન્ ! એમ નહીં સમજો કે તમે તન અદશ્ય છો. કારણ કે તમારે માથે પણ ધર્મસત્તા છે અને તમે ભાન ભૂલશો તો એ તમને સજા કરશે.
गुरुरात्मवतां शास्ता शास्ता राजा दुरात्मनाम्। अथ प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः॥
(મહાભારત -ર- ૧) આત્મહિતાર્થી જીવોનું અનુશાસન ગુરુ કરે છે. કારણ કે તેઓ ગુરુને સમર્પિત બની જાય છે. જેઓ સ્વછંદ પણે પાપાચાર સેવે છે, તેમને રાજા સજા કરે છે. પણ જેઓ રાજા વગેરેથી ય બચી જાય છે. જેઓ પોતાના પાપોને છુપાડી રાખે છે. જેઓ પોતાના પાપો જાહેર થવા છતાં પાપાનુબંધિ પુણ્યના ઉદયે શિક્ષા પામતા નથી. તેમનું અનુશાસન તો સૂર્યપુત્ર
(૧૯)