________________
વેષ અને વિવિધ ઉપધિ લોકપ્રતીતિ માટે છે. નિયત વેષ જોઈને લોકો ઓળખી શકે કે આ સુવિહિત મુનિ ભગવંત છે. તેના દ્વારા મુનિ ભગવંતની યાત્રા પણ સુલભ બની શકે.
આ વેષનું પ્રયોજન હોય છે. પણ જો વેષથી ધર્મરક્ષા ન થઈ શકતી હોય, અને વેષની વફાદારી સુદ્ધા ન જળવાતી હોય, તો એનો અર્થ શું છે ? શું આ વેષ જીવનનિર્વાહ માટે જ ?....
आजीविकार्थमिह यद्यतिवेषमेष,
धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न ? न बिभेति जगज्जिघृक्षुमृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ ४ ॥
જો આ વેષ આજીવિકા માટે જ ધારણ કરતો હોય. પણ કષ્ટભીરુ થઈને નિર્મળ ચારિત્રનું પાલન ન કરતો હોય, તો શું તું જાણતો નથી ? કે સમગ્ર જગતને ગ્રસી જનાર મૃત્યુ કોઈથી ડરતુ નથી અને નરક પણ વેષમાત્રથી ગભરાઈ જતું નથી.
‘દીક્ષા’ શબ્દનો અર્થ કરતાં શાસ્ત્રકારો કહે છે- ‘વીક્ષા મૌન્ગ્રે’ દીક્ષાનો અર્થ છે મુંડન. પણ એ માત્ર દ્રવ્યમુંડન નહીં પણ ભાવમુંડન પણ સમજવાનું છે. ભાવમુંડન વિનાની દીક્ષા એ તો વેશવિડમ્બનરૂપ છે. પૂ. હરિભદ્રસૂરિમહારાજા ષોડશક પ્રકરણમાં ફરમાવે છે
કૃતરસ્ય પુનીક્ષા વસન્તરૃપસન્નિમા જ્ઞેયા। ૧૨-૧૫
સમ્યજ્ઞાનનો જેને ઉદય થયો છે એ જ દીક્ષાનો અધિકારી છે. જે અનધિકારી છે એની દીક્ષા તો હોળીના રાજા જેવી છે. જેમાં રાજ્ય જ ગેરહાજર છે, રાજા શબ્દનું પણ અપમાન છે, અને પોતાની જાતની પણ ( ૧૭ )