________________
ધારીને કે હું એનાથી સુખી થઈશ. પણ એવું કરીને એ લાખો દુ:ખોનું ભાજન થાય છે. ખરેખર, આજ્ઞાનો ભંગ કરીને સુખી શી રીતે થઈ શકાય?
નીતિશાસ્ત્રો કહે છે
आज्ञाकोपो नरेन्द्राणा० अशस्त्रवध उच्यते ।
રાજાઓની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ તેમના માટે અશસ્ત્રવધ જેવો કહેવાય છે.
આ પ્રત્યેક શાસ્ત્રવચનોનો સાર એ જ છે કે સંયમીના પ્રત્યેક આત્મપ્રદેશમાં જિનાજ્ઞાની અત્યંત કટ્ટરતા હોવી જોઈએ. જિનાજ્ઞાની ઉપેક્ષા અનંત દુ:ખોને નિમંત્રણ આપવા બરાબર છે. આનાથી વિપરીત જિનાજ્ઞાની પ્રતિબદ્ધતા એ અનંત સુખોને આમંત્રણ આપવા બરાબર છે. ધન્ના અણગાર જ્યારે ગૃહસ્થપણે સ્વજનો પાસે દીક્ષાની અનુમતિ માંગે છે ત્યારે કહે છે – સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આજ્ઞા વહંતો
.....
-
સુખ સંસારમાં નથી. સુખ સ્વેચ્છાચારમાં નથી. સુખ તો છે જિનાજ્ઞાના પાલનમાં. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે
सुखं धर्माद् दुःखं पापात् सर्वधर्मेषु संस्थितिः ।
બધા ધર્મોનો આ જ મુદ્રાલેખ છે કે ધર્મથી સુખ મળે છે અને પાપથી દુ:ખ મળે છે.
અહીં પણ ‘ધર્મથી સુખ’ આ અંશ પર વિચાર કરીએ, તો પણ જિનાજ્ઞાથી સુખ એવો જ ફલિતાર્થ નીકળે છે. કારણ કે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જ શ્રાવકધર્મવિધિ પ્રકરણમાં કહ્યું છે
( ૧૪ )