________________
ઉદયને નિષ્ફળ ન કરવો – આ બધુ કષાય પ્રમાદ છે. ચોથો પ્રમાદ છેનિદ્રા જેમાં રાત્રે બે પ્રહરથી અધિક નિદ્રા અને દિવાનિદ્રાનો દિવસે થતી નિદ્રાનો સમાવેશ થાય છે. શક્તિ ઉપરાંત જાગરણ કરીને બેઠા બેઠા ઝોકા ખાવા એ પણ નિદ્રા પ્રમાદ છે. પાંચમો પ્રમાદ છે વિકથા- રાજકથાભક્તળ્યા-દશકથા-સ્ત્રીકથા આ ચાર વિકથા તરીકે પ્રસિદ્ધ છે. રાજકારણની વાતો, ભોજનની વાતો, વિહારક્ષેત્ર વગેરેની વાતો કે સ્ત્રીની વાતો, આ સર્વ વિકળ્યા છે. પણ વિથા આટલામાં સમાઈ જતી નથી. વિસ્થા એટલે સ્વભૂમિકાથી વિરુદ્ધ કથા. સંયમીની વાતો કેવી હોય ?
ઉત્તરાધ્યયનસૂત્રમાં એક અધ્યયનનું નામ છે- કેશીગૌતમીય. આ અધ્યયનમાં ગૌતમસ્વામી અને કેશીસ્વામિનો વાર્તાલાપ છે. સહજ પણે આપણાથી થતી વાતો અને તેની સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણાથી કેટલી વિસ્થા થઈ જાય છે.
પૂ. દાદા ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરિજી મ. સા. કહેતા કે “ગઈ કાલની વાસી રોટલી ન ભાવે, તો જુની વાતોના મડદા કેમ ગમે છે ?” અહીં આમ થયું હતું, વિહાર લાંબો નીકળ્યો, મચ્છરોથી હેરાન થયા, બહુ ગરમી છે, અમુક સ્થાને ગોચરી વધી હતી, આવી વાતોનો શું અર્થ ? આવી વાતો કરીને શું ફાયદો ? સંયમીના સ્થાનનું ગૌરવ આવી વાતોથી ટકે ખરું? આ પ્રમાદ સ્વાધ્યાયમાં કેટલો બાધક બને !
પૂ. મુનિસુંદરસૂરિ મહારાજના શબ્દો હૃદયવેધી છે. ભઈલા ! તું પ્રમાદોથી સ્વાધ્યાય કરતો નથી. આ પ્રમાદોથી' શબ્દનો ભાવ એવો છે કે ભગવાને તો અન્ય કારણથી પણ સ્વાધ્યાય-વ્યાઘાત ન થાય તેની તકેદારી રાખવા કહ્યું છે. પાત્રા પડિલેહણ કરતાં પલ્લાનું પડિલેહણ ઉત્કટુક આસનમાં કરો તો એ આસન પરાવર્તનમાં બે-ત્રણ સેકંડ જતી રહે. આ
( ૧૨ )