________________
स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहाટપેડવિહેતૌ સે પાયાના ૨ા परीषहान्नो सहसे न चोपसर्गान्न शीलाङ्गधरोऽपि चासि। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, મુને ! શું વાસ્થતિ વેષમાત્રા? રૂI યુગમમ્I
તું પ્રમાદોથી સ્વાધ્યાય નથી કરતો, શુદ્ધ ગુપ્તિ-સમિતિને ધારણ નથી કરતો, શરીરના મોહથી બે પ્રકારનો તપ નથી કરતો અને નાનકડા કારણે પણ કષાયાવિષ્ટ બની જાય છે. નથી તો પરીષહો-ઉપસર્ગોને સહન કરતો કે નથી તો શીલાંગોને ધારણ કરતો. મોક્ષને ઇચ્છવા છતાં ય તું વેષમાત્રથી ભવસાગરના પારને શી રીતે પામીશ? - ગ્રંથકારશ્રીની પહેલી ફરિયાદ એ છે કે તું પ્રમાદથી સ્વાધ્યાય કરતો નથી. મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા – આ પાંચ પ્રમાદો પ્રસિદ્ધ છે. મદ્ય એ વ્યસનનું ઉપલક્ષણ છે. દારુ એ પ્રમાદ છે તો સિગરેટ અને ગુટખા પણ પ્રમાદ છે. છીંકણી કે તમાકુના પેસ્ટ પણ પ્રમાદ છે. એ પણ ઉપલક્ષણ છે. વાસ્તવમાં તો કોઈ પણ કુટેવ મદ્ય પ્રમાદમાં અંતભૂત થઈ જાય છે. આમ-તેમ જોવું, કોણ શું કરે છે? કોણ આવ્યું ગયું? એનું ધ્યાન રાખવું, એ પણ પ્રમાદ છે. બેઠા બેઠા પગ હલાવ્યા કરવો એ પણ પ્રમાદ છે. બીજો પ્રમાદ છે શબ્દાદિ વિષયોની આસક્તિ. ત્રીજો પ્રમાદ છે કષાય. ફોધાદિના નિમિત્તોનું સેવન, ક્રોધાદિના નિગ્રહનું અકરણ અને ક્રોધાદિના
( ૧૧ )