________________
અથ શ્રીમુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર પર વાર્તિકરૂપ
હિતોપનિષદ્દ હિતશિક્ષાની શરૂઆત કરતાં મંગલ માટે વિરતિધરોને નમસ્કાર
કરે છે
ते तीर्णा भववारिधिं मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृद्ध्यति मनो नो वा कषायैः प्लुतम्। रागद्वेषविमुक् प्रशान्तकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चाप्तसंयमगुणाक्रीडे भजद्भावनाः॥१॥
તે મુનિઓ સંસારસાગરને તરી ગયા છે તેમને નમસ્કાર હો, કે જેમનું મન વિષયોમાં લલચાતુ નથી અને કષાયોથી ઘેરાતુ નથી. જેમનું મન રાગ-દ્વેષથી મુક્ત રહે છે. જેમના મનમાં કોઈ કલુષતા નથી. જેમનું મન સમતાસુખના અત આનંદમાં ઝુમી રહ્યું છે. જેમનું મન પરમપુરુષોએ કહેલા સંચમગુણોના ઉદ્યાનમાં રમણ કરી રહ્યું છે અને ભાવનાઓથી તરબતર બની ગયુ છે.
મંગલમાં એક અદભુત કમ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે - વિષયવિરાગથી કપાયોપશાંતિ, કષાયોપશાંતિથી રાગદ્વેષાભાવ, રાગદ્વેષાભાવથી સમતાસુખ, સમતાસુખથી સંયમો પવનરમણ અને સંયમો પવનરમણથી સહજ પણે સ્કુરાયમાન ભાવનાઓની ભવ્યતા. જાણે આ એક મંગલ શ્લોકમાં આખો અધિકાર સમાઈ ગયો છે, ના, જાણે આખુ શાસ્ત્ર... ના, જાણે સમસ્ત આગમો સમાઈ ગયા છે.
( ૯ )