________________
નાનામાં નાના સંયમી ભગવંત માટે એકવચનનો પ્રયોગ કે “તુકાર તદ્દન અનુચિત છે. એમાં ય મારા જેવા તો એવો પ્રયોગ હરગીઝ ન કરી શકે. હું તો સંયમીભગવંતોના ચરણની રજ પણ નથી. આમ છતાં જે મૂલકારે એક મા-બાપની જેમ કાન આમળીને હિતશિક્ષા ફરમાવી છે, તેમના સંબોધનો, તેમની શૈલી, તેમનો ‘ટોન” આ બધાને ધ્યાનમાં લઈને પ્રસ્તુત વાર્તિકનો ‘ટોન પણ એને અનુરૂપ જ ઘડાયો છે. જે ઉચિત અને સન્તવ્ય ગણાશે. આમ છતાં જો એ પણ મારી ક્ષતિ હોય, તો એની પણ ક્ષમાયાચના
સમગ્ર શ્રમણસંસ્થામાં આ યતિહિત-શિક્ષાના મૂળ શ્લોકોનું પ્રતિદિન પારાયણ થાય, તો ઉત્તરોત્તર વિશુદ્ધ કોટિના શ્રમણ્યની દિશામાં શ્રમણસંસ્થા પ્રગતિ પામતી રહેશે. પરમ કૃપાળુ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ ભગવાનના શાસનમાં, કરુણાસાગર દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાનના પાવન સાનિધ્યમાં અનંતોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. આ સર્જન કરતાં અનેક વિક્ષેપો અને વિઘ્નો આવતાં રહ્યા. જેની અસર આ સર્જન પર પડી છે. છતાં પણ મૂળકારની સંવેદનાઓને આંશિક પણ મૂર્તસ્વરૂપ આપવા દ્વારા જે પુણ્ય ઉપાર્જિત થયું હોય તે સ્વ-પરનું કલ્યાણ કરે અને તેમાં આ સર્જન નિમિત્ત બને એ ભાવના સાથે વિરમું છું.
પોષ દશમી વિ. સં. ૨૦૧૬ કેવલબાગ તીર્થ સિરોડી (રાજસ્થાન)
-પ. પૂ. પ્રાચીન આગમ શાસ્ત્રોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી
મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજ્ય કલ્યાણબોધિસૂરિ
( ૮ ).