Book Title: Hitopnishad Author(s): Purvacharya, Munisundarsuri, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ શાન્તસુધારસ નામના ગ્રંથમાં બોધિદુર્લભ ભાવનાનું વર્ણન કરતા મનુષ્યભવ, આર્યદેશ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને ધર્મઆચરણની ઉત્તરોત્તર દુર્લભતાં બતાવી છે. આટલું વર્ણન તો આગમમાં પણ જોવા મળે છે. કેમ કે चत्तारि परमङ्गाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुइ सद्धा, संजमंमि य वीरियं॥ (ઉત્તરાધ્યન સૂત્ર રૂ-૧) પણ શાંતસુધારસ-ગ્રંથકાર તેનાથી આગળ વધીને કહે છે કે, આ બધું તો દુર્લભ છે જ, પણ આટલું મળ્યા પછી ય ઠેકાણું પડતું નથી धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः। रागद्वेषश्रमालस्यनिद्रादिको વાધને નિતનુવૃતપ્રસ: I૧૨-દા ધર્મ શ્રવણ ર્યા પછી ધર્મમાં ઉદ્યમ કરતા જીવને પણ રાગ, દ્વેષ, શ્રમ, આળસ અને નિદ્રા વગેરે આંતરશત્રુઓ સાધનાના માર્ગમાં રોડા નાખતા જાય છે અને આત્માની કનડગત કરતાં જાય છે. આતમઘરમાં પેસેલા આ આંતર શત્રુઓ ત્યારે જ હકાલપટ્ટી પામી શકે જ્યારે આ ઘરનો માલિક આત્મા તેમની સામે થાય. જ્યાં સુધી આત્મા પોતે જ એમની ઉપેક્ષા સેવે ત્યાં સુધી તેઓ માલિક થઈને માથા પર ચડી બેસે. બિચારો આત્મા... સાધનાના નામે સંસાર વધારે એની મૂડી પણ સાફ... એનું ઘર આખું સાફ... રે, એટલું જ નહીં અંદર દોષોના ઉકરડાઓ ઠલવાય, અંદર અશુચિમય દુર્ગધમય ગટરો ઉભરાય, અરે, અંદર સાપોનાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212