________________
રાડા બંધાય, ગીધડાઓના માળા બંધાય, બિચારો આતમરામ.... મોહરાજા એના પર એવું હિપ્નોટિઝમ કરી દે કે પોતાની આ બરબાદીમાં એને આબાદીના દર્શન થવા લાગે. મોહમદિરાનો આ નશો એને ભાન ભૂલાવી દે. આ નશો ઉતારવા માટે એનો હિતેચ્છુ જે કરવું પડે એ કરે. એ એને ચાર તમાચ પણ લગાડી દે, પણ એવું કરતી વખતે પણ હિતેચ્છને કરુણા અને લાગણીનો ભાવ જ મનમાં રમતો હોય. અધ્યાત્મ-કલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર, યતિશિક્ષાપંચાશિકા તથા યતિવિચારમાં ગ્રંથકારો અંતરની ઉર્મિયો સાથે, છલકતી કરુણા સાથે અને શાસનની દાઝ સાથે સંયમી આત્માઓને પ્રેરણાઓ કરી છે. આ પ્રેરણાઓને પામીને આત્મા જાગૃત બની જાય, એ સભાન અવસ્થાનો સ્વામિ બની જાય એટલી જ વાર. પછી તો આંતરશત્રુઓને ઉભી પૂંછડીએ ભાગે જ છૂટકો છે.
આ કૃતિઓ શિથિલઆત્માઓને જ લાભદાયી છે એવું નથી. સંયમની સ્થિરતા અને વૃદ્ધિ માટે પણ આ કૃતિઓનું પારાયણ એ રામબાણ ઉપાય છે. રાત્રિ સ્વાધ્યાયમાં આ શ્લોકોનો ઉચ્ચાર કરતાં અપૂર્વ અપૂર્વ વીર્ષોલ્લાસ થાય છે. રોમાંચિત થઈ જવાય છે. સંયમ પ્રેરણાથી તરબતર થઈ જવાય છે એ સ્વાનુભવ છે.
આ હિતશિક્ષાને વિસ્તૃતરૂપે શબ્દસ્થ કરવાનો પ્રયાસ એટલે જ હિતોપનિષદ્ અહીં ખાટી-મીઠી વાતો તો છે જ. તીખી અને કડવી પણ વાતો છે. જે છે એ મૂળકારની સંવેદનાઓનું પ્રાગટ્ય છે. જિનશાસન અને શ્રમણસંઘ પ્રત્યેની લાગણીનું ફળ છે. આમ છતાં જો કોઈને મનદુ:ખ થાય, સંયમી ભગવંતોની આશાતનાજનક લખાણ થયું હોય કે ઉસૂત્ર પ્રરૂપણા થઈ હોય. તો તે બદલ ક્ષમા યાચુ છું. મિચ્છામિ દુક્કમ્. આ સાથે યતિશિક્ષાપંચાશિકા પર રચેલ વાર્તિક પણ પ્રકાશિત થઈ રહ્યું છે. કૃપા કરીને બહુશ્રુતો આ પ્રબંધનું સંશોધન કરે.
( ૭ )