Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અંધ્યાય–૧.
[ ૨૧ ઉપર જણાવેલા ચાર પ્રકારના વિવાહ ધર્મયુકત કહી શકાય, કારણ કે ગૃહસ્થાશ્રમને યેગ્ય ક્રિયાના કારણભૂત છે, અને તેમાં માતાપિતા, બંધુ, સ્વજનઆદિની સમ્પતિ છે. A (૫) એક બીજા પર પ્રીતિ થવાથી વિવાહ કરવો તે ગાન્ધવ
વિવાહ.
(૬) કેઈ પણ પ્રકારની શરત કરીને કન્યા આપવી તે આસુર વિવાહ
(૭) બળાત્કારથી કન્યાગ્રહણ કરવી તે રાક્ષસ વિવાહ.
(૮) સુતેલી અથવા પ્રમાદથી ફરતી કન્યાનું હરણ કરવું તે પૈશાચ વિવાહ.
છેલા જણાવેલા આ ચાર વિવાહ અધર્મયુક્ત છે; પરન્તુ તેમાં પરસ્પરની રૂચિ હેય, તો ધર્મયુક્ત માનવામાં આવે છે.
હવે વિવાહને લાભ શુદ્ધ કુલરત્નરૂપી સ્ત્રી છે, અને સારી સ્ત્રીથી સુસંતતિ ઉત્પન્ન થવાનો સંભવ છે તેથી ચિત્તની શાતિની આશા રહે છે. કારણ કે સ્ત્રી કુલીન હેય, પિતાનો ધર્મ સમજતી હેય, અને પુત્ર ઉમદા ગુણવાળો હોય, તે તેને કોઈ પ્રકારની ઘરની ચિંતા રાખવી પડતી નથી, અને ચિત્ત હંમેશાં પ્રસન્ન રહે છે. વળી બહારથી કંટાળીને, ઉદ્વેગ પામીને અને થાકીને આવ્યો હોય, તે વખતે સુપ્રસન્ન સ્ત્રી પિતાના મધુર શબ્દથી, તેને આશ્વાસન આપી, તેના દુઃખમાં ભાગ લઈ તેનું દુઃખ અધું કરી નાખે છે. વળી કુલીન સ્ત્રી ઘરસંસાર કેવી રીતે ચલાવો તે સારી રીતે સમજે છે; અને કુલીનતાના કારણે તેનામાં સ્વાભાવિક ઉમદા ગુણ દેખાય છે. તે અતિથિ, ગુરૂ, સ્વજન, આદિને સત્કાર કેવી રીતે કરવું તે બરાબર જાણે છે. જેને જેવો ઘટે તે આદરસત્કાર આપ એ પુરૂષ કરતાં સ્ત્રીઓ સારી રીતે પીછાણે છે.
આવી સ્ત્રીઓ અશુદ્ધ માર્ગ તરફ ન દોરાય તે માટે ટીકાકાર નીચે પ્રમાણે ઉપાય જણાવે છે–.