Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૮૮ ]
ધ બિન્દુ
जीवन्ति शतशः प्राज्ञाः प्रज्ञया वित्तसंक्षये । प्रज्ञा विद्वत् सत्यपि जीवति ||१|| સેંકડા ડાઘા પુરૂષા ધનનો નાશ થવા છતા પણ બુદ્ધિ વડે જીવે છે પરન્તુ પણ બુદ્ધિના નાશ થયા બાદ ધન હેાવા છતાં પણ કાઇ જીવી શકતું નથી.
માટે ધન કરતાં બુધ્ધિ ઉત્તમ છે. બુદ્ધિમાન્ પુરૂષ પરદેશમાં અજાણ્યાં ગામમાં અને અજાણ્યા પુરુષામાં પગપેસારા કરી શકે છે. અને પોતાની આજીવકા મેળવી શકે છે. અને સભામાં પણ અગ્રસ્થાન મેળવે છે, માટે મુધ્ધિ સપન્ન થવા પ્રયત્ન કરવા એજ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.
આ પ્રમાણે ગૃહસ્થના સામાન્ય ધર્મ નું વિવેચન પુરૂ' થયું. આ ગુણી જે માણસ મેળવે છે તે ગૃહસ્થના વિશેષ ધર્મ ને માટે અધિકારી થાય છે, અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં યતિધર્મ અંગીકાર કરી માક્ષપદને લાયક થાય છે. એજ ભામતને સિદ્ધ કરતાં શાસ્ત્રકાર રિભદ્રસૂરિ જણાવે છે કેઃ—
एवं स्वधर्मसंयुक्तं सद्गार्हस्थ्यं करोति यः । लोकद्वयेप्यसी घीमान् सुखमाप्नोत्यनिन्दितम् ॥१॥
આ પ્રમાણે, સ્વધમ યુક્ત ગૃહસ્થ ધર્મ જે સારી રીતે પાળશે, તે બુદ્ધિમાન પુરૂષ, આ લેાકમાં તથા પરલેાકમાં અનિન્દિત સુખ મેળવશે. તે સુખ પુણ્યાનુભંધિ પુણ્યના કારણભૂત હોવાથી અનિન્તિ કહેલુ છે માટે દરેક શ્રાવકે આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ પાળવા ઉદ્યમવન્ત થવું.
બંધુએ ! આપણે ધમ ની મેાટી માટી વાતા કરીએ છીએ, નવતત્ત્વ અને જીવવિચારના પ્રદાર્થાં આપણે મુખે રાખીએ છીએ, આપણો ધર્મ સૌથી ઉત્તમ છે, એમ અન્યત્રના આગળ અભિમાનપૂર્વક કડીએ