Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ર૬૬]
ધમબિન્દુ ર્મિક પુરૂષના કાર્યમાં એટલે ઔષધ, અને, પાન, વસ્ત્ર, પુસ્તક આશ્રય, વગેરે આપવામાં સાવધાન રહેવું. કહેવાને સાર એ છે કે સાધુઓને તથા સાધર્મિક બંધુઓને પિતાથી બનતી, જેમ જેને ઘટે તેવી. મદદ આપવી; તેથી ધર્મમાં ભક્તિ રહે છે, અને તેવા પુરૂષ ધર્મમાં. દઢ રહી શકે છે.
તથા શાંતાલુપતિ પાદરા અર્થ-કરેલા અને નહિ કરેલા કાર્યની તપાસ રાખવી..
ભાવાર્થ –દેરાસર સંબંધી અથવા સાધુ સંબંધી, અથવા સાધર્મિક બંધુઓ સંબંધી પિતાની શી શી ફરજૂ કરવાની છે તેને વિચાર કરે. તેમાંથી કેટલી ફરજો અદા કરી છે, અને કેટલી અદા કરવાની બાકી છે તે તપાસવું. અને જે અદા કરવાની બાકી હોય. તે અદા કરવા તત્પર રહેવું; જે એમ ન કરે તે પિતાની શક્તિ ક્ષય થવાને પ્રસંગ આવે; માટે જ્યાં જેટલી જઈએ તેટલી શક્તિ વાપરવી.. પણ જે કામ થઈ ગયું હોય તે સંબંધી ચિંતા કરવામાં નિરર્થક સમય ગુમાવ નહિ. આ
ततश्च उचितवेलयागमनमिति ॥६३॥ અથ–પછી યોગ્ય વેળાએ ઘેર આવે.
ભાવાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સમય પસાર કર્યા પછી વ્યાપાર, રાજસેવા અથવા બીજા વ્યવહારિક કાર્ય માટે ચૈત્યથી અથવા ગુરૂ પાસેથી, વખત થયે, ઘેર આવવા નીકળે.
જ્યાં સુધી માણસ ગૃહસ્થાશ્રમી છે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમને ઉચિત ફરજો બજાવવી એ તેને ધર્મ છે, અને ન બજાવે ને ઉપાશ્રયેજ બેસી રહે તે ઉભય ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે યોગ્ય અવસરે ગ્યા. કાર્ય કરવું. એટલે વખત થયે ઘેર આવવું.