Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૦૪ ]
ધર્મબિંદુ છે, એટલે અતિચાર સહિત વિશેષ અનુષ્ઠાન કરતાં અતિચાર રહિત થેંડું અનુષ્ઠાન ઉત્તમ છે.
જે માણસ થોડું પણ પ્રત્યાખ્યાન ભાવસહિત કરે છે, તે તેનું સ્વરૂપ, હેતુ, ફળ વગેરે સમજી શકે છે, અને વિશેષ પ્રત્યાખ્યાન કરવાને લાયક થાય છે. આ રીતે જે શ્રાવક પાંચ અણુવ્રત વગેરે ભાવા સહિત આદરે છે. અને અતિચાર ન લાગે તેવી રીતે પાળે છે તે, શ્રાવક મહાવ્રત પાળવાને લાયક બને છે; કારણ કે પ્રત્યાખ્યાનથી નવા કર્મ અટકે છે, આશ્રવને નિરોધ થાય છે, તે તે સારી રીતે સમજે છે અને તેથી મેટાં પ્રત્યાખ્યાન લેવા તત્પર થાય છે.
इति विशेषतो गृहस्थधर्म उक्तः सांप्रत यतिधर्मावसर इति यतिधर्ममनुवर्णयिष्याम इति ॥१॥
અર્થ –આ પ્રમાણે વિશેષથી ગૃહસ્થ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું, હવે યતિધર્મ કહેવાને અવસર જાણે યતિધર્મનું વર્ણન કરીશું, એમ શાસકાર કહે છે. अ) अहंसमीपे विधिप्रजितो यतिरिति ॥२॥
અર્થ:–ગ્ય અધિકારીએ રેગ્ય પુરૂષ પાસે દીક્ષા લીધી હોય તે યતિ કહેવાય. .
ભાવાથ-દીક્ષા લેવાને ૧ પુરૂષ, દીક્ષા આપવાને યોગ્ય પુરૂષ પાસે, દીક્ષાની યોગ્યવિધ વડે. દીક્ષા ગ્રહણ કરે ત્યારે તે દીક્ષિત પુરૂષ યતિ કહેવાય છે. આમાં જે ગ્યતા બાબત કહ્યું છે તે યોગ્યતા કેવા પ્રકારની હેવી જોઈએ તે ગ્રન્થકારજ જણાવે છે.
પ્રત્રક, શારવા, વિશિષ્ટત્રાતિજ્ઞાન્વિતા, क्षीणप्रायःकर्ममलः, ततएव विमलबुद्धिः, दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे