Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૮
[ ૪પ૩ ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ છે. કેવળ સુખની વૃદ્ધિ થાય છે એટલું જ નહિ પણ ભાવ પણ ઉત્તરોત્તર ઉત્તમ પ્રકારના થતા જાય છે; અને તેથી ધર્મનું ઉત્કૃષ્ટ ફળ એ આવે છે કે ધર્મ પાળનાર ચરમદેહી બને છે. જે દેહ છેડડ્યા પછી તેને ફરીથી જન્મ લે ન પડે તેને -ચરમદેહ-છેલ્લું શરીર કહે છે. અને જેને ચરમદે છે, તે તેજ ભવમાં મુક્તિ મેળવે છે. આ ચરમદેવ તો તીર્થકરને તેમજ સામાન્ય કેવળીને પણ હોઈ શકે, માટે ચરમદેડ કરતાં પણ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ તીર્થકર પદવી છે.
तत्राकिलिकष्टमनुतरं विषयसौरव्यं, हीनभावविगमः उदग्रतरा संपत्, प्रभूतोपकारकरणं, आशयाविशुद्धिः, धर्मप्रधानता अवन्ध्य क्रियात्वमिति ॥ ३॥
અથ–તે છેલા ભવમાં કલેશ રહિત, અનુપમ વિષયસુખ મળે છે, ન્યૂનતાને નાશ થાય છે; અતિશય મટી સંપત્તિ પ્રાપ્ત થાય છે; બહુજ ઉપકાર કરાય છે; વિશુદ્ધપવિત્ર આશય હોય છે, ધર્મ એજ વિધ્ય હોય છે, અને ‘ક્રિયા સફળ થાય છે. -
ભાવાથS:– જે ભાવમાં મનુષ્યને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હેય, અને જે ભવમાં તે મુક્તિ મેળવવાને હોય, તે કેટલા ભવમાં મનુષ્યની બાહ્ય તથા અંતરની સ્થિતિ કેવા પ્રકારની હોય છે, તેનું વર્ણન આ સ્થળે કરવામાં આવેલું છે.
પરિણામે સુંદર ઉત્તમ પ્રકારના પાંચે ઈન્દ્રિયોના વિષે તેને મળે છે. જાતિ, કુળ, વૈભવ, વય, રૂ૫ સંબંધી સર્વ પ્રકારની ન્યૂનતાને તે ભાવમાં નાશ થાય છે, એટલે તે પુરૂષ ઉત્તમ જાતિ અને કુળમાં જન્મે છે, અતિ રૂપવાન હોય છે; સર્વ પ્રકારના વૈભવ તેના સ્વાધીન વર્તે છે. સર્વ પ્રકારની સંપત્તિ તેના હાથમાં આવે