Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૮
[ ૪૫૧ તીર્થકર પદ એજ જગતમાં ઉત્તમોત્તમ પદ છે, તે બતાવવા શાસ્ત્રકાર લખે છે કે --
નાતઃ 1 નામિવિરે થાનપુરમાં तीर्थकृत्व' यथा सम्यक् स्वपरार्थप्रसाधकम् ॥ २॥
અથ–સ્વ અને પરનું કલ્યાણ સાધનારૂં જેવું રૂડું તીર્થકર પદ , તેવું ઉત્તમ સ્થાન આ જગતમાં બીજું એક પણ નથી. - ભાવાર્થ:–જે સ્થિતિમાં રહી મનુષ્યો સ્વ અને પરનું હિત એકસરખી રીતે સાધી શકે, તેવી ઉત્તમ સ્થિતિ આ ચરાચર જગતમાં અનુપમ છે. તેના કરતાં વધારે ઉત્તમ સ્થિતિ આ જગતમાં બીજી એકે નથી.
| તીર્થકરનું નામજ પરોપકારને સૂચવનારું છે. જેના વડે આ સંસારસમુદ્ર તરીએ તે તીર્થ, અને એવું તીર્થ જે કરે–પ્રવર્તાવે તે તીર્થકર અથવા તીર્થકર કહેવાય છે. તીર્થકર કહો કે જગદુદ્ધારક કહે તે બંને નામ સરખા ગુણ સૂચવે છે. સકલાઉત સ્તોત્રમાં લખ્યું છે કે –
विश्वोपकारकीभूततीर्थकृन्नामनिर्मितिः । सुरासुरनरैः पूज्या वासुपूज्यः पुनातु वः ।।१।।
વિશ્વને ઉપકાર કરનાર તીર્થકર નામ કર્મ જેણે બાંધ્યું છે, અને દેવ, દાનવ અને મનુષ્યોને જે પૂજ્ય છે, તેવા વાસુપૂજ્ય પ્રભુ તમને પવિત્ર કરે•
આ સ્થળે પણ જણાય છે કે તીર્થકરનું મુખ્ય કર્તવ્યસ્વભાવજ વિશ્વને ઉપકાર કરવાને છે. વળી તેજ બાબતને સમર્થન કરતા શાસ્ત્રકાર લખે છે કે:
पञ्चस्वपि महाकल्याणेषु चैलोक्यशंकरम् । तथैव स्वार्थसंसिदिया परं निर्वाणकारणम् ॥