Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૭૮ ]
ધર્મબિન્દુ કાર્યથી નિવર્તે છે. ફળની આશા સિવાય કાર્યને આરંભ નહિ કરનાર આપણા જેવા પામર અને અજ્ઞ જનને આ બાબત વિચિત્ર અને ગહન લાગે. પણ જેઓ ધ્યાની છે, અને જેઓએ ધ્યાનવડે પિતાના - હૃદયને પવિત્ર બનાવ્યું છે, તેવા મહા મુનિઓને આ બાબતનું
અનુભવ સિદ્ધજ્ઞાન છે; કારણકે ફળની આશા રાખ્યા સિવાય સ્વભાવથી જ પ્રવૃત્તિ કરતાં કેટલેક અંશે તેઓ શિખેલા છે.
જેણે રસાયણ શાસ્ત્રનું કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે રસાયણને મોટા પ્રયોગો સંબંધી થતું વર્ણન કાંઈક અંશે સમજી શકે, પણ જેને તે બાબતનું બિલકુલ જ્ઞાન નથી, તેને તે નીરસ અને વિચિત્ર ભાસે, તેજ રીતે નિઃસ્વાર્થ બુદ્ધિથી જે કઈ પણ અંશે - કામ કરતા શીખ્યા છે, તેઓનાજ ખ્યાલમાં આવી શકે કે સંપૂર્ણ નિઃસ્વાર્થ બુદ્ધિથી કાર્ય કરનારા આ જગતમાં વસતા હશે.
सुस्वास्थ्य च परमानन्द इति ॥५१॥ અર્થ ––અતિશય સ્વસ્થતા તેજ પરમ આનંદ છે.
ભાવાર્થ –- આપણે પ્રથમ વિચારી ગયા કે નિરૂત્સક-નિષ્કામ પ્રવૃત્તિ એજ સ્વસ્થતા એજ શાંતિ, એજ આનંદ. એવી વધારે સ્વસ્થતા તેજ શાશ્વત શાંતિ; તેજ પરમાનંદ સમજવો. તેજ મોક્ષનું સ્વરૂપ છે. જગતના બાહ્ય પદાર્થોમાં-વિષયોમાં પણ સુખ અને આનંદ મળે છેપણ તે સુખ ક્ષણિક છે, અને તે મેળવ્યા પછી બીજું સુખ અથવા આનંદ મેળવવાની અભિલાષા રહે છે. માટે તે પરમ સુખ અથવા આનંદ કહી શકાય નહિ; પણ મોક્ષનું સુખ તેજ પરમ - આનંદ છે, કારણકે તે પ્રાપ્ત ર્યા પછી પ્રાપ્તવ્ય કાંઈ રહેતું નથી.
તવ્યનિરપેક્ષત્રાહિતિ પર અર્થ --આત્માથી અન્ય વસ્તુની અપેક્ષા નથી, માટે સ્વસ્થતા તેજ પરમાનન્દ છે.