Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૮
[ ૪૭૯ભાવાથ– દરેક સુખ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે. પાંચે ઈન્દ્રિયોનું સુખ તેના વિષયોની પ્રાપ્તિ ઉપર રહેલું છે; જે વિષય ન મળ્યો તે દુઃખ થાય છે. વળી માનસિક સુખ જોકે ઈન્દ્રિયજન્ય સુખ કરતાં અધિક છે, અને જરા લાંબા કાળ સુધી ટકે: છે, તો પણ તે આખરે ક્ષણિક છે, તેને આધાર પુસ્તક ઉપર અને . મગજ ઉપર રહેલો છે.
વૃદ્ધાવસ્થામાં મગજ સુસ્ત, અને નિર્બળ થાય ત્યારે માનસિક સુખને અંત આવે છે. વળી કોઈ લેખક હોય, અથવા ભાષણ કર્તા હોય તેના સુખને આધાર બીજા તેના લેખની અથવા ભાષણની પ્રશંસા કરે છે. જે કઈ તેના લેખ અથવા ભાષણ સંબંધી જરા વિરૂદ્ધ અભિપ્રાય દર્શાવે કે તરત તેનું માનસિક સુખ વિલય પામે છે. જ્યાં સુધી બીજાના ઉપર સુખનો આધાર રાખીએ છીએ, ત્યાં સુધી આપણે ખરા સુખથી દૂર જતા જઈએ છીએ; પણ આત્માનું સુખ, આત્મિક આનંદ તો પોતાનામાં જ રહે છે, પર ઉપર તેને આધાર રાખ પડતા નથી; માટેજ આત્માને આનંદ છે. પરમાનંદ છે.
अपेक्षाया दुःखरूपत्वादिति ॥५३॥
અર્થ --પારકાની અપેક્ષા રાખવી એજ દુઃખરૂપ છે. માટે (નિરપેક્ષતા એજ પરમાનંદ છે.) - ભાવાર્થ ––આપણે ઉપર વિચારી ગયા છીએ કે જ્યાં સુધી મનુષ્ય સુખ માટે બીજા પર આધાર રાખે છે, ત્યાં સુધી ખરૂં સુખ તેને મળતું નથી. આત્મા સિવાયના સર્વ પદાર્થો-વિષય-ઉપાધિઓ આત્માથી જુદાં છે, અને તેથી તેમના પર આધાર રાખનાર દુઃખ પામે છે. શ્રી ચિંદાનંદજીએ લખ્યું છે કે –
નિજરૂપા નિજ વસ્તુ છે, પરરૂપી પરવસ્ત;
જેણે જાયે પેચ એહ, તેણે જાયું સમસ્ત. ૧. દાવ,