Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 523
________________ ૪૮૨ ] ધમબિન્દુ સાથે સંબંધ ધરાવતું નથી. આપણે કોઈ પણ વસ્તુ મેળવવી હોય, તે મેળવતાં પહેલાં તે સંબંધી ઉત્સુકતા આપણા હૃદયમાં વ્યાપે છે, અને મળ્યા પછી બીજે સમયે તે ઉત્સુકતાને નાશ થાય છે; હવે આ ઉસુકતા દુખજનક છે, એ પ્રથમ આપણે સમજવાનો પ્રયત્નો કર્યો છે, તો પછી જે સિદ્ધના જીવને સિદ્ધક્ષેત્ર મેળવવાની ઉત્સુકતા. હેય, તે નક્કી તેને દુઃખ થાય. પણ સિદ્ધના જીવને ઉસુકતાજ નથી, તેજ બાબત શાસ્ત્રકાર લખે છે કેन चैतत्तस्य भगवत आकालं तथावस्थिते रिति ॥ ५९ ॥ અર્થ – તે ભગવંતને ઉસુકપણું નથી, કારણ કે યાવત્કાલ તેજ સ્થિતિમાં તે રહે છે. ભાવાર્થ –સિદ્ધના જીવને બીજા કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાનું ઉત્સુકપણું નથી. પોતાના સ્વરૂપમાં તે સદાકાળ સુધી રહેશે. જે સમયે સિદ્ધક્ષેત્ર પ્રાપ્ત કર્યું, તે સમયથી આરંભીને જ્યાં સુધી કાળ. ટકશે ત્યાં સુધી આત્મસુખ અનુભવશે. - જર્મક્ષ વિરોવાણિતિ + ૬૦ | અર્થ-કર્મક્ષયમાં વિશેષતા નથી માટે તે સદાકાળ. તેજ સ્થિતિમાં રહે છે.) | ભાવાર્થ:-સિદ્ધપણું જે ક્ષણે પ્રાપ્ત કર્યું તે ક્ષણે સકળ કર્મને ક્ષય કર્યો છે; કર્મ ક્ષયથી પિતાનું સ્વરૂપ તે પામ્યા છે, અને તેથી તેજ સ્વરૂપમાં તે નિરંતર રહે છે. કારણ કે વિશેષ કમ ક્ષય. કરવાનાં બાકી નથી. કે જેના ક્ષયથી તેમનું વિશેષ સ્વરૂપે પ્રગટ થાય. ફતિ નિહામણુણસિદ્ધિનિતિ | દશા અર્થએ પ્રકારે નિરૂપમ સુખ સિદ્ધને છે એમ સિધ્ધ થયું. ભાવાર્થ – ઉત્સુકપણાના નાશથી સિદ્ધને નિરૂપમ સુખ મળે છે, એ બાબત આ સૂત્રની પરંપરાથી સિદ્ધ થઈ છે. હવે આ પ્રસ્તુત ગ્રંશની સમાપ્તિ કરવાને ઈછતા શ્રી હરિભદ્રસૂરિ-ગ્રંથકાર લખે છે કે

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526