Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
પ્રકરણ આઠમું ધર્મનું ફળ ગયા પ્રકરણમાં વર્ણવવામાં આવ્યું, વળી આ પ્રકરણમાં ધર્મના ઉત્તમોત્તમ ફળ-તીર્થકર પદ પ્રાપ્તિનું વર્ણન કરવા ઈચ્છા રાખનારા શાસ્ત્રકાર લખે છે કે –
किं चेह बहुनोक्तेन तीर्थकृत्वं जगद्धितम् । परिशुध्धादवाप्नोति धर्माभ्यासानरोत्तमः ॥१॥
અર્થ–વધારે કહેવાથી શું લાભ ? ઉત્તમ મનુષ્ય અતિ શુદ્ધ ધર્મના અભ્યાસથી જગતને હિતકારી તીર્થકર પદ મેળવે છે.
ભાવાર્થ –ધર્મના ફળનું વર્ણન બહુ કરવામાં આવ્યું. શાસ્ત્રકાર લખે છે કે મનુષ્ય જગતને હિતકારી તીર્થંકર પદ ધર્મથી મેળવવા ભાગ્યશાળી થાય છે. તે પછી ઈદ્રાદિની વિભૂતિ ધર્મથી મળે તેમાં તે કહેવું જ શું ? આ ફળ ઉત્તમોત્તમ પુરૂષજ પ્રાપ્ત કરી શકે. | તીર્થકર પદ મેળવી શકે, તેવા પુરૂષોના ગુણોનું સામાન્ય વર્ણન આ સ્થળે અનુચિત ગણાશે નહિ. તેઓ પારકાનું હિત કરવું એજ ઉત્કૃષ્ટ ધર્મ માને છે, અને પિતાના સ્વાર્થને ગૌણપદ આપે છે. ઉચિત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે, સર્વદા અદીનભાવ બતાવે છે, પિતાના આરંભમાં સફળ થાય છે, પશ્ચાતાપ કરતા નથી, કૃતજ્ઞપણના સ્વામી છે, વિશેભ વગરના ચિત્તવાળા છે, દેવગુરૂનું બહુમાન કરે છે, અને ગંભીર આશયવાળા હોય છે. આ ગુણે સામાન્યપણે દરેક તીર્થકરમાં હેાય છે, તેમના હૃદયના વિશુદ્ધ ભાવનું તે તીર્થકર સિવાય બીજે કે વર્ણન કરી શકે?