Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 498
________________ અધ્યાય-૮ [ ૫૭ નાશ કરવાને સમર્થ અનિવૃત્તિકરણ નામે ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે; તેજ ગુણસ્થાન જેવું, મોહને નાશ કરનાર બીજુ કોઈ ગુણસ્થાન નથી. ત્યાં નવમાં ગુણસ્થાનકમાં રહેલે જીવ પિતાના હદયના ભાવને પ્રતિક્ષણ વધારે વધારે વિશુદ્ધ કરે છે, અને કેટલાક સમય વ્યતીત થયા બાદ અપ્રત્યાખ્યાનાવરણય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયના - આઠ ભેદને ક્ષય કરવા તત્પર થાય છે. જ્યારે આ રીતે તેમને ક્ષય થાય છે ત્યારે તે નીચેની સોળ પ્રકૃતિઓને શુભ અધ્યવસાયદ્વારા નાશ કરવા પ્રવૃત્ત થાય છે.–૧. નિદ્રાનિદ્રા, ૨. પ્રચલાપ્રચલા, ૩. યાનધિ એટલે થીણુદ્ધિ નિદ્રા (Somnambulism), નરકગતિ, ૫ નરકાનુપૂર્વી, ૬ તિર્યગતિ, ( ૭ તિર્યગાનુપૂર્વી, ૮ એપ્રિયજાતિ, ૮ શ્રીન્દ્રિયજાતિ, ૧૦ ત્રાંદ્રિય જાતિ ૧૧ ચતુરિન્દ્રિયનતિ, ૧૨ આતપનામકર્મ, ૧૩ ઉદ્યોતનામ કર્મ, ૧૪ - સાધારણ નામકર્મ. ૧૫ સ્થાવર નામકર્મ, ૧૬ સૂમ નામકર્મ. તે આ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તે પછી અપ્રત્યાખ્યાનાવરણય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા, અને લેભના બાકી રહેલા ભાગને નાશ કરે છે. તે પછી જે ક્ષપક શ્રેણી કરનાર પુરૂષની હોય, તે નપુંસક વેદને - ક્ષય કરે, પછી સ્ત્રી વેદનો ક્ષય કરે, પછી હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જગુસ્સા અને શોક એ છને ક્ષય કરે અને તે પછી પુરૂષવેદને ક્ષય કરે. જે સ્ત્રીએ ક્ષપકશ્રેણુને આરંભ કર્યો હોય, તો પ્રથમ નપુંસક વેદને, પછી પુરૂષ વેદને, અને છેવટે સ્ત્રી વેદનો - ક્ષય કરે. જે નપુંસકે આ ક્ષેપનો આરંભ કર્યો હોય, તો પ્રથમ સ્ત્રી વેદને, પછી પુરૂષદને અને આખરે નપુંસક વેદને ક્ષય કરે. તે પછી સંજવલનના ક્રોધ, માન અને માયાને લય કરે, પછી બાદરશૂળ લેમને તેજ ગુણસ્થાનકમાં ક્ષય કરી સૂમસં પરાય

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526