Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૬૬ ]
ધર્મબિન્દુ ભાવાર્થ-જ્યારથી પ્રભુ જન્મે છે, ત્યારથી તેમના નિર્વાણ કાળ સુધી જુદા જુદા સમયે દેવેન્દ્રો, દે, નરેન્દ્રો અને સામાન્ય મનુષ્યો
આ ભગવાન છે એમ જાણી ભકિત કરે છે, પૂજા કરે છે અને તે - ભક્તિ વડે તેઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; આવી રીતે • તીર્થંકર પદ ત્રણ જગતના જીવને ઉપકાર કરનારું નીવડે છે.
तथा प्रातिहार्योपयोग इति ॥१७॥
અર્થભગવાનને આઠ પ્રતિહાર્ય પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ-ધર્મના ઉત્કૃષ્ટ ફળ તરીકે તીર્થકરને આઠ મહા પ્રતિહાર્યો મળે છે. રાજસભાના અથવા શ્રીમંતના બારણું આગળ જે મનુષ્ય ઉભું રહે છે, તેને દ્વારપાળ અથવા પ્રતિહારી કહેવામાં આવે છે; તેમ ભગવાન જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં તેમની સાથે આઠ પ્રતિહારીઓ પણ છે. તેઓનાં નામ નીચેને લેકથી જણાશે. अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
અશોક વૃક્ષ, દિવ્ય પુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન ભામંડલ, દુભિ અને છત્ર-એ તીર્થકરના મહા પ્રતિહારી છે.
ततः परं परार्थकरणमिति ॥१८॥
અર્થ-બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનાર તીર્થકર પદ છે.
ભાવાથ–બીજાનું કલ્યાણ કરવાને ઉત્કૃષ્ટ માર્ગ ઉપદેશ છે. અને તે ઉપદેશ તીર્થકર પિતાની સુધાતુય વાણીવડે આપે છે; સર્વ કેઈ તે વાણું પિતપોતાની ભાષામાં તરત સમજી જાય છે. અને ચારે બાજુ એક જન સુધી સંભળાય છે. તેવી વાણી વડે કેવળજ્ઞાન દ્વારા જાણેલા ભાવને બોધ શ્રોતાવર્ગની ગ્રહણ કરવાની