Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
પર ].
ધમબન્દુ અર્થ–પાંચે મહાકલ્યાણકને વિષે ત્રણ લોકનું કલ્યાણ કરનાર તીર્થંકરપણું છે, વળી સ્વાર્થની સિદ્ધિથી નિર્વાણમોક્ષ મેળવવાનું તે ઉત્કૃષ્ટ કારણ છે. | ભાવાર્થ:- દરેક તીર્થકરના કલ્યાણકના પાંચ દિવસ છે.. એક ગર્ભાધાનને દિવસ, બીજે જન્મદિવસ, ત્રીજે દીક્ષાને દિવસ, ચોથો કેવળજ્ઞાન પ્રાપ્તિને દિવસ, અને પાંચમે નિર્વાણ-કાળને દિવસ; આ પાંચે સમયે-કલ્યાણકના દિવસે ત્રણે જગતના જીવમાત્રને આનંદ થાય છે. તેથી તે તીર્થકર પદ પરોપકાર કરનારું છે. અને ક્ષાયિક સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિથી અંતે મોક્ષ મળે છે, તેથી સ્વ–આત્માને ઉત્કૃષ્ટ અર્થ સધાય છે. આ રીતે તીર્થકર પદ સ્વાર્થ અને પરાર્થસાધક છે. इत्युक्तप्रायं धर्मफलमिदानीं तच्छेषमेव उदग्रमनुवर्णयिष्यामा
કૃતિ છે ? |. અર્થ—એ પ્રકારે ધર્મનું ફળ ઘણે ભાગે કહ્યું, હવે. તેનું બાકી રહેલું ઉત્કૃષ્ટ ફળ અમે વર્ણવીશું.
ભાવાર્થ –ધર્મનું સામાન્ય ફળ તો ગયા પ્રકરણમાં બહુ ભાગે વર્ણવવામાં આવ્યું છે, હવે જે ધર્મનું ફળ કહેવાનું બાકી. રહેલું છે, તે ઉત્કૃષ્ટ ફળ વર્ણવવાનું પ્રથકાર હાથ ધરે છે.
तच्चमुखपरंपरया प्रकृष्टभावशुद्धः सामान्यं चरमजन्म तथा तीर्थकृत्वं चेति ॥ २॥
અર્થ–સુખની પરંપરાથી ઉત્કૃષ્ટ ભાવની શુદ્ધિ થવાથી સામાન્યપણે છેલ્લે જન્મ તથા તીર્થંકર પદ-એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ છે.
ભાવાથ-ધર્મનું સામાન્ય ફળ તે દેવતાની સ્થિતિ અને મનુષ્યપણામાં સારા વૈભવો વગેરે છે. પણ વિશેષ–ઉત્કૃષ્ટ ફળ તે