Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૪૪ ]
ધર્મબિન્દુ
ન રાખવું. આ એક જ સૂત્ર ઉપર બરાબર મનન કરવામાં આવે, અને તદનુસાર વર્તન રાખવામાં આવે, તે ઘણા દુર્ગણે સ્વયમેવ નાશ પામે, અને તેની સાથે ઠેષ પણ નાશ પામે.
तथा ग्लानादिप्रतिपत्तिरिति । १६ ॥ અર્થ–માંદા વગેરેની સેવા કરવી.
ભાવાર્થ-જ્ઞાન એટલે તાવ વગેરે રોગથી પીડાયેલો સમછે, અને વગેરે શબ્દથી બાળ, વૃદ્ધ પુરૂષ બહુશ્રુત, પ્રાહુણો વગેરે સમજવાં. એ સર્વની સેવા કરવી એટલે આ સર્વેને માટે
અનપાન વગેરે વસ્તુઓ લાવી આપવી. તે સેવા-વૈયાવૃત્યને ગુણ અમૂલ્ય છે. રોગથી પીડાતા હોય તેને ઉચિત અનપાન લાવી આપવાથી તેનું શરીર નિરોગી થાય, અને તેના જીવને શાંતિ વળે, તથા તે ધર્મ કાર્ય કરવા લાયક બને, તેથી જે શુભ કર્મ કરે, તેના કારણભૂત તે સાધુ થયે, માટે તેને મહા પુણ્ય થાય. જે સાધુ વયથી બાળ અથવા વૃદ્ધ હેય તેમને માટે પણ યોગ્ય આહાર વગેરે લાવી આપો. તેમજ જે બહુ વિદ્વાન સાધુ છે, અને ભણવાના કાર્યમાં મશગુલ રહે છે, તેને માટે પણ ઉચિત આહાર લાવી આપવાથી તે વિદ્વાન સાધુની કૃપાને પાત્ર થાય છે, અને જ્ઞાન મેળવી શકે છે. આવી રીતે સેવા કરવી તે મહાફળને આપનારી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયેલે મરણ પામે તો તેનું ચારિત્ર નાશ પામે છે. અને ગણ્યા વિના શાસ્ત્ર નાશ પામે છે, એટલે વિસરી જવાય છે. પણ શુભ ઉદયવાળું વૈયાવૃત્ય કર્મ (સેવા) નાશ પામતું નથી. કેમકે તે ગુણ અપ્રતિપાતી છે, એટલે આ
સ્થૂળ શરીરના મરણ સાથે તેનો નાશ થતો નથી, પણ આત્માની સાથે તે ગુણ રહે છે.
પુષ્પથી પ્રફુલ્લિત થયેલા વનના ભાગમાં જેમ ભ્રમર અને ભ્રમરીઓનાં ટોળાં આવી વસે છે, તેમ પ્લાન વગેરેની સેવા નિમિતે