Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૭૭ तथा तुल्याश्मकाश्चनतेति ॥७९॥
અર્થ–પત્થર અને સુવર્ણ સાધુને સરખાં હોવાં જોઈએ.
ભાવાથ-સમગણે સુવર્ણ પાષાણ એ સાધુનું ચિન્હ છે; જેને મમત્વ ભાવ નથી તેના મનને સુવર્ણ સરખું છે, અને પાષાણ પણ સરખે છે. સાધુ પુરુષોએ સુવર્ણને પણ પાષાણ તુલ્ય -ગણી તેના ઉપરથી મમત્વ ભાવ છેડ; ધનની મૂછ ન રાખવી એ હિતબંધ આ વાક્યમાં સમાયેલો છે.
तथो अभिग्रहणमिति ॥८॥ અર્થ–સાધુએ અભિગ્રહ ગ્રહણ કરે.
ભાવાથ–અનેક પ્રકારના અભિગ્રહ લેવાનું શાસ્ત્રમાં કહેલું છે. આજે મારે અમુક દ્રવ્ય મળે તો લેવું, નહિ તો નહિ લેવું; અમુક દ્રવ્ય અમુક વસ્તુ વડે કાઈ આપે તો મારે આજે ગ્રહણ કરવું, અથવા છ પ્રકારની વિગઈમાંથી અમુક પ્રકારની વિગઈને મારે આજે ત્યાગ છે, અથવા અમુક વખત સુધી આજે હું મૌનવ્રત ધારણ કરીશ. એવાં જુદા જુદા પ્રકારનાં અભિગ્રહે શાસ્ત્રમાં વર્ણવેલાં છે, તેમાંથી પોતે અમુક ગ્રહણ કરે.
આ અભિગ્રહ લેવાને મુખ્ય ઉદેશ એ છે કે તે લેનારે સાવધ રહેવું. જરા પણ પ્રમાદ કરે તો અભિગ્રહ ભંગ થવાનો ભય રહે છે; આથી શરીર તથા વાણી મનને અનુસરતાં શીખે છે. તે મનુષ્ય વિચાર કર્યા સિવાય બેલ નથી, તેમજ વિચાર કર્યા સિવાય કઈ પણ કાર્ય કરતા નથી. નિરંતર સાવધ રહે છે, તેવો ઉચ્ચ ઉદ્દેશ આ અભિગ્રહોમાં રહેલું છે.
तथा विधिवत्पालनमिति ॥८१॥