Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૬ ]
ધખિન્દુ
અનુચિત અનુષ્ઠાન પણ મિથ્યા આગ્રહ વિના સંભવી શકે એવી શંકાના જવાબ રૂપે શાસ્ત્રકાર લખે છે. अनुचितप्रतिपत्तौ नियमादसद भिनिवेशोऽन्यत्राना भोगमात्राવિત્તિ ।।૨૮।।
અર્થ :-અજાણપણા સિવાય જો અનુચિતમાં પ્રવૃતિ થાય તા જરૂર તે દુરાગ્રહ છે એમ વિચારવુ.
ભાવાર્થ :—માણસ ભૂલથી અનુચિત અનુટાનને આદર કરે તા તે કાર્ય ક્ષમાપાત્ર ગણી શકાય, પણ જાણીજોઇને તે અનુચિત માગ માં પ્રવૃત્તિ કરે તે તે મિથ્યા આગ્રહથીજ કરે છે. એમ જરૂર વિચારવુ.
અજાણપણાથી જો અનુચિત અનુષ્ઠાનનુ સેવન કરવામાં આવે તા તેમાં ચારિત્ર રહે કે તેના નાશ થાય, તે જણાવે છે. संभवति तद्वतोऽपि चारित्रमिति ॥ १९ ॥ અર્થ-અજાણપણાથી અનુચિત માગમાં પ્રવૃતિ કરનારને પણ ચારિત્રને સ’ભવ છે,
ભાવા:-જે સાધુ સાપેક્ષધમ પાળવાને ચાગ્ય છે, તે પેાતાની સ્થિતિ બરાબર ન સમજી શકવાથી એટલે અજાણપણે નિરપેક્ષ ધ રૂપ તેને માટે-અનુચિત માર્ગમાં ચાલે પણ ચારિત્ર “પાળનારા ગણવામાં આવે છે. આ સબંધમાં કાંઈક વિશેષાથ શાસ્ત્રકાર જણાવે છે:
अनभिनिवेशवांस्तु तद्युक्तः खल्वत इति ||२०|| અ:—જે ચારિત્રવાન પુરૂષ છે, તે અતત્ત્વમાં આગ્રહ વગરના જરૂર હાય છે.