Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
[ ૪૨૭ ઓને પણ ન્યૂન બનાવનાર સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને લાભ થવાથી, સંતોષરૂપ અમૃત પ્રાપ્ત થવાથી, સંસાર પણ મોક્ષ તુલ્ય છે.
વળી ક્ષમા માર્દવ વગેરે ઉત્તમ ગુણોને લીધે ભાવનું ઐશ્વર્યપણું હેવાથી, તથા મેક્ષ સમીપ હેવાથી ભાવતિને સંસાર મેક્ષ સમાન છે.
હવે તે બાબતને વિશેષ સ્પષ્ટ કરતા ગ્રન્થકાર છેલા. કલેકથી આ પ્રકરણની સમાપ્તિ કરે છે -
૩ માસવિષયકૃતયા દ્વારામ | तेजः प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ॥३॥
અર્થ –માસાદિ પર્યાયની વૃદ્ધિ કરીને બાર માસે. ચારિત્રને ધારણ કરનાર સર્વ દેવો કરતાં ઉત્તમ તેજ પ્રાપ્ત. કરે છે એમ (શાસ્ત્રમાં) કહેલું છે.
ભાવાથ-કઈ એક માસ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે, કઈ બે માસ: પાળે, એમ અનુક્રમે જે બાર માસ સુધી ચારિત્ર પાળે, તેવો ઉત્તમ ભાવતિ ભવનપતિથી આરંભ કરીને તે અનુત્તરવિમાનવાસી દેવ સુધી. સમસ્ત દેવોનાં સુખ કરતાં અધિક સુખ મેળવી શકે છે.
ભગવતી સૂત્રમાં આ બાબતમાં લખ્યું છે કે –
આ વર્તમાનકાળમાં વર્તતા શ્રમણનિગ્રંથ કેના કરતાં વધારે ચિત્તને સુખ આપનાર તેજ ધારણ કરી શકે ? એ પ્રશ્નનો જવાબ આપેલો છે કે --એક માસને ચારિત્ર પર્યાય પાળનાર સાધુ વાણવ્યંતર દેવતાઓ કરતાં અધિક સુખ પ્રાપ્ત કરે છે.
બે માસ સુધી ચારિત્ર પર્યાય પાળનાર સાધુ અસુરેંદ્ર વિનાના ભવનપતિ દેવતાઓ કરતાં અધિક સુખ મેળવે છે. - ત્રણ માસ સુધી ચારિત્ર્ય પર્યાય પાળનાર સાધુ ભવનપતિ. દેવતા કરતાં અધિક સુખ મેળવે છે.