Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૭
[ ૪૩૭
असन्तो नाम्याः सुहृदपि न याच्यस्तनुधनः । प्रियावृत्तिाय्या मलिनमसुभंगेऽप्यसुकरम् ॥ १ ॥ 'विपद्युच्चैः स्थेय पदमनुविधेयं च महताम् । सतां केनोद्दिष्ट विषममसिधाराव्रतमिदम् ।। २ ।।
અસપુરૂષની પ્રાર્થના ન કરવી; અ૫ ધન હોય તો પણ મિત્ર પાસે માગવું નહિ; ન્યાયથી આજીવિકા કરવાનું પ્રિય તેવું જોઈએ, પ્રાણને નાશ થાય છતાં મલિન કામ કરવું નહિ, દુઃખ વખતે પણ પિતાને ઉન્નત ભાવ સ્થિર રાખ, અને મહાન પુરૂષોના માર્ગને અનુસરવો, આ તરવારની ધાર જેવું આકરું વ્રત પુરૂષ માટે કોણે બતાવ્યું છે ?
આ પ્રમાણે સારા ગુણે ઉપર પક્ષપાત કરે, અને તે કારણથી જ ચેરી, પરદારગમન, માંસમદિરા ભસણ વગેરે જે અસદાચાર છે, તેનાથી અગ્નિ, વિષ અને વ્યાધિની જેમ તે ડરતો રહે. કહેવાને ભાવાર્થ એ છે કે અસદાચારને દૂરથીજ પ્રણામ કરે. તેવા માર્ગ સામે દ્રિષ્ટિ પણ કરે નહિ. વળી ધર્મમાર્ગમાં તેમજ સલાચારમાં દઢતા રહે તે માટે ધાર્મિક અને સદાચારી શુભ વિચારવાળા મિત્રની સોબત કરે, સદ્ આચાર અને વિચારવાળા ગૃહસ્થો તથા યતિઓનાં ચરિત્રો વાંચે, અથવા બીજા વધારે જ્ઞાનવાળા વાંચતા હોય તે તે એક ચિત્તથી સાંભળે; જે માગે ચાલવાથી મોક્ષ મળે, તે માત્ર જેથી પમાય તેવો તત્વજ્ઞાનનો બોધ પ્રાપ્ત કરે; ધર્મ અર્થ, અને કામ પરસપર બાધા ન કરે તેવી રીતે આરાધન થઈ શકે, તેવી ઉચિત વસ્તુઓને સંગ મેળવે; આ સર્વ ઉચિત વસ્તુની પ્રાપ્તિ જગતના પ્રાણી માત્રનું હિતકરનારી છે; માતા પિતા ગુરૂજનને પ્રમોદ આપનારી છે; તથા પિતાને તથા પરને બીજા ગુણેની વૃદ્ધિ કરાવનારી છે; અને સુંદર આચારને વિષે કે પ્રેરાય તેટલા માટે દષ્ટાન આપવા લાયક છે. -