Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૩૮ ]
ધ બિન્દ
આ સઘળું મનુષ્ય જન્મમાં તે પ્રાપ્ત કરે, તે સિવાય તેના મનના પરિણામ બહુજ ઉદાર અને ઉચ્ચ હાય છે, અને શાલિભદ્રની માફક ઉત્તમ પ્રકારના પંચઈન્દ્રિયાને સુખકારી વિષયના પદાર્થો તે મેળવે છે. તે વિષયેા કલેશ રહિત હેાય છે, ત્રીજાને પરિતાપ ઉપ જાવતા નથી, અને પરિણામે સુંદર હેાય છે, અને સામાન્ય જનને પ્રાપ્ત ન થાય તેવા અસાધારણ હાય છે.
तथा काले धर्मप्रतिपत्तिरिति ॥ १२ ॥ અઃ——અવસરે ધમ અગીકાર કરે.
ભાવા : જે ધર્મિષ્ઠ મનુષ્યનું આપણે આ પ્રકરણમાં વર્ણન કરીએ છીએ, તે ઉપર પ્રમાણે સામગ્રી પામી, યથેચ્છ વિષય સુખ ભાગવે છે; પણ જ્યારે ઈન્દ્રિયાના વિષયની અસારતા અને અનિત્યતા તે અનુભવે છે, ત્યારે તેનું મન તે તરફથી વિરક્ત. થાય છે; અને તે સમયે સ સાવદ્ય વ્યાપારના ત્યાગ રૂપ ધર્મ અંગીકાર કરે છે.
તંત્ર-૨ ગુપ્તદાયસંવિત્તિ ।।૨૩।।
અ:—ત્યાં ગુરૂની સહાયરૂપ સપત્ મળે છે.
ભાવા :—જે સમયે તે ઠીક્ષા અગીકાર કરવા તત્પર થાયઃ છે, તે સમયે યોગ્ય ગુરૂ પણ તેને મળી આવે છે, અને તેથી તેના દીક્ષાના પરિણામમાં વૃદ્ધિ થતાં જલ્દીથી તે અંગીકાર કરે છે, અને ગુરૂની સહાયતાથી દીક્ષા માર્ગમાં આગળ વધે છે. આ રીતે પુણ્યવાન જીવ સર્વત્ર સુખી થાય છે.
ततश्च साधुसंयमानुष्ठानमिति || १४ ||
અ:-તે પછી સારી રીતે સંયમનુ' અનુષ્ઠાન કરે છે.