Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah

View full book text
Previous | Next

Page 486
________________ અધ્યાય-૧૭ [૪૫. મનના દુષ્ટ પરિણામ સિવાય બીજું અન્ય ન હતું, માટે અશુભ. પરિણામ એજ મુખ્યતાએ બંધનું કારણ છે. ઉપર જણાવેલા સિદ્ધાંતનું કારણ શાસ્ત્રકાર આપે છે કે – तदभावे बाह्यादल्पबन्धभावादिति ॥३१॥ અર્થ-અશુભ પરિણામને અભાવ હોય, તે બાહ્ય (અશુભ કાર્ય)થી અલપબંધ થાય છે. ભાવાથ–માણસમાં અશુભ પરિણામ ન હય, છતાં એવું બાહ્ય આચરણ થયું કે જેથી બીજા જીવને દુઃખ થાય તે તે બાહ્ય આચરણ નિમિત્તે અલ્પકમ બંધ થાય છે. ભાવ એ મુખ્ય છે, અને કાર્ય એ ગૌણ છે, કોઈ જાણી જોઈને હિંસા કરે, અને કોઈના હાથે અજાણતાં હિંસા થાય, તે. કર્મબંધમાં આકાશ અને પાતાળ એટલે ભેદ થશે. જાણી જોઈને હિંસા કરનારને બહુજ તીવ્ર કમબંધ થશે, અને અજાણતાં હિંસા કરનારને અ૫ કર્મબંધ થશે, કારણ કે પરિણતિ ઉપર બંધને. આધાર છે. આમ કહેવાનું કારણ શાસ્ત્રકાર જણાવે છે કે – वचनप्रामाण्यादिति ॥३२॥ અથ–વચનના પ્રમાણપણથી (ઉપર કહેલું સત્ય છે.) ભાવાર્થ-તીર્થકર ભગવંતે પ્રરૂપેલાં આગમનાં વચનાનુસાર અમે કહીએ છીએ કે અશુભ પરિણામ એજ બંધનું મુખ્ય કારણ છે અને અશુભ પરિણામ વિનાના બાહ્ય અશુભ આચરણથી અ૯૫. કર્મબંધ થાય છે. હવે તેજ બાબતનું દષ્ટાન્ત શાસ્ત્રકાર આપે છે –

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526