Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
[ ૩૯૫
રીતે બળદ વગેરે પ્રાણીએ તથા વનસ્પતિ અનેક પ્રકારના કલેશ . વેઠી અકામ નિર્જરા કરે છે, તેમ પેાતાને જે ઉચિત નથી તેવા ધર્મ પાળનાર અકામ નિર્જરાજ કરે છે. પણ કર્માંના ક્ષય કરનારી. ખરી નિરા થતી નથી, કારણ કે તેનામાં વિવેકની ખામી છે અને વિવેક વિના રત્નત્રયની આરાધના થતી નથી. અને રત્નત્રયની આરાધના વિના કર્મ ક્ષય થતા નથી. માટે અનુચિત અનુષ્ઠાન તે અનનુ છાન જ સમજવું. તેજ બાબતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર લખે છે કેઃ-निर्वाणफलमत्र तत्त्वतोऽनुष्ठानमिति ॥ १६ ॥
અ:-જેનું ફળ મેાક્ષ છે, તે જ અનુષ્ઠાન પરમાથ થી (ખરી રીતે) અનુષ્ઠાન કહી શકાય.
ભાવા:–મેાક્ષ સિવાય બીજા કાઈ પણુ ફળની આશા . વગરનું અનુષ્ટાન તેજ ખરી રીતે અનુષ્ટાનના નામને પાત્ર છે. જો . કે સ્વગ વગેરે પદાર્થા મળે છતાં પણ સાધ્ય દષ્ટિ તેા મેાક્ષનીજ હાવી જોઈએ. જે અનુષ્ઠાનનું ફળ મેક્ષ હોય તેવું જ અનુષ્ઠાન . યોગ્ય છે. એમ કહેવાથી લાભ શા? તેના શાસ્ત્રકાર જવાબ આપે છે. न चासदभिनिवेशवत्तदिति ॥ १७ ॥
અઃ—તે અનુષ્ઠાન મિથ્યા અભિનિવેશવાળું હોતુ નથી. ભાવા:જેનુ ફળ નિર્વાણુ છે, તેવુ અનુષ્ઠાન ખાટા આગ્ર હવાળું હેતુ નથી. આકરૂં અનુષ્ઠાન કરવામાં આવ્યું હાય છતાં જો ખાટા આગ્રહ હોય તા તે મેાક્ષફળ મેળવવામાં વિઘ્નરૂપ થાય છે માટે ખોટા આગ્રહનેા નિર્વાણુ ફળની ઈચ્છા રાખનારા મુનિએ ત્યાગ કરવા.
ખાટા આગ્રહજ માણસની વિવેક દૃષ્ટિ અધ કરી નાંખે છે, અને તેથી ઉચિત અને અનુચિત અનુષ્તાન વચ્ચે ભેદ બરાબર સમજાતા નથી.