Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪૦૬ ]
ઘબિન્દુ ઉપકાર કરે છે. પિતાને મરણ કષ્ટ સહન કરવું પડે છે તે સહન. કરીને પણ બીજા ઉપર ઉપકાર કરવા નિરંતર પ્રયત્નશીલ હોય છે.
આ વિષયની સમાપ્તિ કરતા શાસ્ત્રકાર લખે છે કે - इति मुमुक्षोः सर्वत्र भावनायामेव यत्नः श्रेयानिति ॥३७॥
અર્થ એ રીતે મુમુક્ષુએ સર્વત્ર ભાવનામાંજ પ્રયત્ન કરે તેજ શ્રેય છે.
ભાવાર્થ-યતિ ગમે તે કાર્ય કરતે હેય, ગમે તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયેલે હેય છતાં હૃદયમાં તે ઉચ્ચ પ્રકારની ભાવના જ રાખવી એજ શ્રેય માર્ગ છે, આપણે ઉપર વિચારી ગયા છીએ કે ભાવના. જ્ઞાનજ સદ્વિચારોને પ્રેરનાર છે. અને સદ્વિચારેજ સત્કાર્યના. નિયામક છે, માટે સત્કાર્યને ખરી રીતે બળ આપનાર ભાવના છે.
માણસને જ્યારે સન્માર્ગે ચાલતા વિન આવે ત્યારે તેનું મન તે માર્ગથી વિમુખ થવા પ્રેરાય છે, અને તે વખતે જે ભાવના જ્ઞાનને અખંડ વહેતે બળને પ્રવાહ ન હોય, તે વિચાર પણ અસન્માર્ગ તરફ આકર્ષાય છે, માટે સત્કાર્યો કરતાં પણ ભાવનાજ્ઞાનને હૃદયમાંથી વિસારવું નહિ. तद्भावे निसर्गत एव सर्वथा दोषोपरतिसिद्धेरिति ॥३८॥
અર્થ––ભાવનાના સદ્ભાવેજ સ્વભાવથી જ સર્વ પ્રકારે દેષથી પાછા ફરાય છે.
ભાવાર્થ-જ્યારે ભાવના હૃદયમાં વર્તતી હોય છે, ત્યારેજ સ્વભાવથી રાગાદિક દેશે ટળી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે. ભાવનાજ્ઞાનથી જ સર્વ પ્રકારના અને વિકાર અને વૃત્તિઓ ટળી જાય. છે. ભાવનાને આટલે બધે પ્રતાપ વર્ણવામાં આવ્યું; પણ તે. ભાવના શી રીતે ઉત્પન્ન થઈ શકે ? તે ભાવનાનું કારણ શું ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે –