Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
[ કર૩ વચં અમરિતિ
અર્થ–પોતાની મેળે જ બ્રમણની સિદ્ધિ છે (માટે ઉપદેશની જરૂર નથી.)
ભાવાર્થ-જેમ ચક્ર પિતાની મેળે ચાલતું હોય તેને ગતિમાં મૂકવાની જરૂર નથી, તેમ જેના આત્માના ચારિત્રભાવ તીવ્ર વર્તે છે, તેમને ઉપદેશ આપવાની આવશ્યકતા નથી.
ઉપદેશની અપેક્ષા વગર ચારિત્ર પરિણામવાળાના સંબંધમાં શાસ્ત્રકાર લખે છે
भावयतिर्हि तथा कुशलाशयत्वादशक्तोऽसमंजसप्रवृत्तावितरस्यामिवेतर इति ॥७०॥
અર્થ–ભાવ યતિ કુશળ આશયવાળે હેવાથી અઘટિત પ્રવૃત્તિ કરવા અશક્ત છે, તેમ જે ભાવયતિ નથી તે ઘટિત પ્રવૃત્તિ કરવા અશક્ત છે. | ભાવાર્થ-જે પરમાર્થથી સાધુ છે; તેને ચારિત્રની વૃદ્ધિ થાય એવો કુશળ ભાવ સદા વર્તે છે; માટે તે યતિ કદાપિ અનાચાર સેવી શકતાજ નથી. જેમ અભાવયતિ એટલે વિડંબના પામતો દ્રવ્યયતિ ભાવથી સંજમની પ્રવૃત્તિ કરવા અશક્ત છે, તેમ આ ભાવયતિ અઘટિત પ્રવૃત્તિ કરવાને અશક્ત છે. આજ બાબતમાં કાંઈક વિશેષ અર્થ સૂત્રકાર કહે છે –– इति निदर्शनमात्रमिति ॥७१।।
અર્થ–પૂર્વે જે સમાનપણું કહ્યું તે કેવળ દષ્ટાત રૂપ સમજવું.