Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
[૪૦૭ वचनोपयोगपूर्वा विहितप्रवृत्तिोनिरस्ता इति ॥३९॥
અથ –વચનના ઉપગપૂર્વક શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી તે ભાવનાનું કારણ છે.
ભાવાર્થ:–આ બાબત શાસ્ત્રમાં આ પ્રમાણે વર્ણવેલી છે, માટે તે પ્રકારે આદરવા લાયક છે એવી આલોચના કરવી અને આલોચના ઉપગપૂર્વક શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય, તે ભાવનાનું કારણ છે. महागुणत्वाद्वचनोपयोगस्येति ॥४०॥
અથ–વચનને ઉપયોગ કરે. તે મહાગુણકારી છે, માટે (વચને પગપૂર્વક શાસ્ત્રોકત પ્રવૃત્તિ, તે ભાવના જ્ઞાનનું કારણ છે). આ ભાવાર્થ –શાસ્ત્રમાં કહેલા વચનને વિચાર કરે, તે મહાગુણકારી છે. કારણ કે શાસ્ત્રમાં જ્ઞાનીઓના અનુભવનું, તેમજ કયે માર્ગે ચાલવાથી દષ્ટસિદ્ધિ થઈ શકે તે માર્ગનું વર્ણન કરેલું હોય છે. માટે તદનુસાર વિચારપૂર્વક પ્રવૃત્તિ કરવાથી ભાવનાઝાન થાય છે. આ એજ બાબતને વધારે સ્પષ્ટ રીતે સૂચવતા શાસ્ત્રકાર લખે છે – तत्र ह्यचिन्त्यचिन्तामणिकरूपस्य भगवतो बहुमानगर्भ
અર્થશાસ્ત્રમાં કહેલા વચનની આલોચનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી) અચિંત્ય ચિંતામણિ તુલ્ય ભગવાનનું બહુ માનપૂર્વક સ્મરણ થાય છે.