Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૬
૪૦૦ ક્રિયાઓ હાલમાં દ્રવ્યક્રિયાઓ થઈ ગઈ છે, કારણ કે ભાવ વિના તે કરવામાં આવે છે, તે કરતી વખતે ચિત્ત બીજે રખડતું હોય છે; તેથી તે ક્રિયાઓ જીવ વગરનાં ખાં રૂપે ભાસે છે. માટે આ
સ્થળે કહેવામાં આવ્યું છે કે જે જે ક્રિયા કરતા હોઈએ તે તે ક્રિયા ભાવ સહિત અને તેમાં ચિત્ત પરેવીને કરવી.
આ સ્થળે કોઈ શંકા કરે છે કે ભગવાનું કહેલું કરવાથી શું સિદ્ધ થાય ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે.
तदाज्ञाराधनाच्च तद्भक्तिरेवेति ॥४४॥
અર્થ:–ભગવંતની આજ્ઞાનું આરાધન કરવાથી ભગવાનની ભકિત જ થાય છે. | ભાવાર્થ-જે ભગવંત તરફ ખરી રીતે ભક્તિ દર્શાવવી હોય તો ભગવંતની આજ્ઞા પ્રણાણે ચાલવું જરૂરનું છે, કારણ કે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન એજ તેમની ભકિત, તે બાબતજ વિશેષ ખુલ્લી રીતે શાસ્ત્રકાર લખે છે – उपदेशपालनैव भगवद्भक्तिर्नान्या कृतकृत्यत्वादिति ॥४५॥
અથ–ઉપદેશ પાળ તેજ ભગવંતની ભક્તિ છે, પણ બીજી નથી, કારણ કે તે કૃતકૃત્ય છે.
ભાવાર્થ:–ભગવંત પિતાને જે કરવા એગ્ય હતું તે કરી ગયા છે, પિતાની સાધ્ય વસ્તુ તેમણે સિદ્ધ કરેલી છે, માટે તેમની તરફ -ભક્તિ દર્શાવવાને ઉત્તમ માર્ગ એકજ છે. અને તે એ છે કે તેમને ઉપદેશ પાળ.
જે ભગવંતની આજ્ઞા પ્રમાણે વતે છે, તે ખરેખર ભગવંતને ભક્ત છે એમ નકી સમજવું.