Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૮૫ ભાવાર્થ-જેનું વચન સાંભળનારના કાનરૂપ પડીયામાં દુધની માફક સ્ત્રવે, એટલે દુધની જેમ શ્રોતા વર્ગને મધુર લાગે તે લબ્ધિને ક્ષીરાશ લબ્ધિ કહે છે. વગેરે શબ્દથી મધુ, ધી, અમૃત ઈત્યાદિ ત્રવનારી લબ્ધિઓ સમજવી.
આવી ઉત્તમ લબ્ધિઓ પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓ ઉપર તેઓ ઉપકાર કરે છે, જે ઉપકારનું ફળ મોક્ષ છે. પિતાને જે જે સિદ્ધિઓ અથવા લબ્ધિઓ શુદ્ધ માર્ગે પ્રયાણ કરતાં મળે છે, તેને પુરૂષ ગર્વને માટે અથવા માનમહત્તા મેળવવા ઉપયોગ કરતા નથી, પણ અન્ય જીના ઉપકાર માટે પોતાની શક્તિઓને ઉપયોગ કરે છે.
मुच्यन्ते चाशु संसारादत्यन्तमसमञ्जसात् । जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतात् ॥१॥ इति॥
અર્થ તે મહાપુરૂષો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શેક વગેરે ઉપદ્રવ યુક્ત અને અત્યન્ત અગ્ય સંસારથી તરત મુક્ત થાય છે.
ભાવાર્થ – આ સંસાર જે અનેક પ્રકારના દુઃખથી પૂર્ણ છે તેના બંધનથી મહાપુરૂષ ઉચ્ચ યતિધર્મ પાળી મુક્ત થાય છે. કારણ કે તેઓ નિષ્કામ વૃત્તિથી સર્વકાર્ય કરે છે; પાછલાં કર્મ ઉદયમાં આવે તે સમભાવે ભગવી નિજર કરે છે, અને નવાં કમ ઉપાર્જન કરતા નથી. આ રીતે પૂર્વકૃત કમને ક્ષય થતાં, અને આત્માનું સંપૂર્ણ સ્વરૂપ યથાર્થ ખીલતાં તેઓ સચ્ચિદાનંદ સ્વરૂપી પરમાત્મા બને છે.
. આ રીતે શ્રી હરિભદ્રસૂરિએ રચેલા ધમ બિન્દુ ગ્રંથમાં પાંચમું પ્રકરણ. સમાપ્ત થયું.