Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૮૦ ]
ધમબિન્દુ કરે. અગીયારમા વર્ષના બીજા છ માસમાં અષ્ટમ, દશમ અને દ્વાદશાદિક તપ કરે અને પારણે આયંબિલ કરી અગીયારમું વર્ષ પુરૂં કરે, બારમા વર્ષના અંત સુધી કાટિ સહિત નિરંતર આયંબિલ કરે (ઉદરી વ્રત સાથે આયંબિલ કરે તેને કેટિ સહિત આયંબિલ કહેવાય છે.) કેટલાક આચાર્યને એ મત છે કે બારમા વર્ષમાં ચતુર્થ કરે, અને પારણે આયંબિલ કરે. આ બાબતમાં મતભેદ છે; માટે પિતાના સંપ્રદાયની પરંપરા પ્રમાણે કરે.
બારમા વર્ષમાં આયંબિલ કરે તે ભજનને કળીઓ ઓછો કરતાં કરતાં એક કળીયા સુધી આવે. પછી એક કળીયામાંથી કણીઆ ઓછા કરતે કરતે એક કણીઓ સુધી આવે. દીવામાં તેલ - અને દીવેટને સમકાળે નાશ થાય તેવી રીતે શરીર અને આયુષ્યને સમકાળે નાશ થાય. વળી બારમા વર્ષમાં જ્યારે છેલ્લા ચાર માસ રહે ત્યારે એકાંતરે તેલને ગળે ભરી ઘણી વખત સુધી મુખમાં રાખી રાખમાં નાખી દે પછી ઉષ્ણ જળથી કેગળા કરે. જે એમ ના કરે તે મુખ ઘણું લખું પડે અને તેથી નવકાર મંત્રને ઉચ્ચાર થઈ શકે નહિ. એ રીતે બાર વર્ષની સંખના કરી પર્વતની ગુફામાં અથવા જ્યાં જ જવનિકાયની રક્ષા થાય તેવા સ્થાનમાં - જઈને પાદપોપગમન નામે અનશન અંગીકાર કરે, જ્યારે કોઈ પ્રકારે શરીરના અસામર્થથી એટલા બધા કાળ સુધી સંલેખના થઈ શકે તેમ ન હોય, તે જઘન્યપણાથી છ માસની સંખના કરવી; કેમ કે જેણે શરીરનું તથા કષાયનું છાપરું નથી કર્યું એ - સાધુ જે અનશન કરે, તે એકદમ ધાતુને ક્ષય થાય અને તેથી સમાધિ મરણ અને તેના પરિણામ રૂપે સુગતિ પ્રાપ્ત કરી શકે નહિ.”
ततो विशुद्धं ब्रह्मचर्यमिति ॥८६॥ અર્થ–સંખના ર્યા પછી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવું.