Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૭૬ ]
ઘર્મબિન્દુ અર્થ–સર્વ પ્રકારે ભયને ત્યાગ કરવો.
ભાવાર્થ-જે લેકેને કર્મના અચળ અને સનાતન નિયમમાં વિશ્વાસ છે, તેઓએ કોઈ પણ રીતે ભયને પિતાના હૃદયમાં સ્થાન આપવું જોઈએ નહિ. કારણ કે જે કમ પોતે કરેલાં છે તેનું ફળ ભોગવ્યા સિવાય છુટકે નથી, અને જે કર્મ પોતે કરેલાં નથી, તેનું ફળ કદાપિ પિતાને ભેગવવાનું નથી, માટે આપણી હાલની સ્થિતિ આપણા પૂર્વ જન્મના કર્માનુસાર થયેલી છે, અને સુખ દુખ પણ તદનુસાર મળે છે, તેથી કોઈ પણ પ્રકારના નિષ્કારણ ભયને માટે સ્થાન નથી.
ભવિષ્ય આપણા હાથમાં છે. જે જે કાર્યો આપણે હાલ કરીએ છીએ, જે જે ઈચ્છાઓ રાખીએ છીએ, અને જે જે વિચારે ધારીએ છીએ તે તે કાર્યો, ઈચ્છાઓ અને વિચારોને અનુસારે આપણે બીજે ભવ નિમિત થવાને છે; તે તેમાં ભયને માટે સ્થાન કયાં છે ? વળી જે સાધુઓએ નિરતિચાર યતિધર્મ પાળેલો છે, અને તેથી અનંત સુખ મળે તેવું કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે, તેમને મૃત્યુને પણ ભય હેતું નથી, તે પછી બીજા સામાન્ય ભયની તે ગણત્રીજ શી ? મૃત્યુને ય આ જગતમાં મોટામાં મોટો છે, તે ભય પણ જેણે છળે છે તે બીજા ભયથી શું કરવા ઉગ ધરે? શાસ્ત્રમાં કહ્યું છે કે :
प्रायेणाकृतकृत्यत्वान्मृत्योरूद्विजते जनः । कृतकृत्याः प्रतीक्षन्ते मृत्यु प्रियमित्रातिथिम् ॥१॥
જે લોકેએ કરવા યોગ્ય કામ કર્યું નથી, તેઓ મૃત્યુથી ઉગ પામે છે, પણ જે પુરૂષએ કરવા યોગ્ય કાર્ય કર્યું છે, તેવા પુરૂષ તે પ્રિય મહેમાનની વાટ જુએ તેમ મૃત્યુની વાટ જુએ છે, કારણ કે મૃત્યુ ઉચ્ચ જીવનને દરવાજ છે. * * Death is a gateway to higher life.