Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૭૪ ]
ધર્મબન્દુ મિત્રને તે રીતે ભલે સંતોષ મળે, એ ભાવ સાધુ પુરૂષના હૃદયમાં વર્તે છે. એક ઉપર રાગ નથી. અને બીજા ઉપર દ્વેષ નથી, પણ બનેને સમ ગણું બનેલું જેથી કલ્યાણ થાય, તેવી પ્રવૃત્તિ સાધુ. પુરૂષ રાખે છે.
तथा परीषहजय इति ॥ ७६ ॥ અર્થ–પરીષહને જ કરે.
ભાવાથ-ભૂખ, તરસ વગેરે બાવીસ પરીષહે છે, તેને. ઉદય આવે સમભાવે સહન કરવા અને કર્મની નિર્જરા કરવી. આ બાવીસ પરીષહમાં જે દર્શન પરીષહ છે, તેને હેતુ સમ્યમાર્ગથી પતિત થતાં બચાવવાને છે, અને બાકીના એકવીસ પરીષહને હેતુ, કર્મની નિર્જરા કરવાનો છે. એટલા માટે જ લખ્યું છે કે,
मार्गाच्यवननिर्जरार्थ परिषोढव्या परीषहा इति ।।
માર્ગથી પડી ન જવાય અને કર્મની નિર્જરા થાય તે માટે પરીષહેને સહન કરવા.
तथा उपसातिसहनमिति ॥७७॥ અર્થ-ઉપસર્ગને અતિશય સહન કરવા.
ભાવાર્થ –ધર્મ માર્ગે પ્રયાણ કરતાં માર્ગમાં જે જે સંકટ આવે તે ઉપસર્ગો કહેવાય. જે મનુષ્ય સમ્યમાર્ગે ચાલી ઘેડા સમયમાં પિતાની સંસારની પેઢી ઉપાડી નાંખવા માંગતા હોય, તેના લેણદારે એકદમ તેના ઉપર હલ્લો કરે, તેજ રીતે જે ધર્માત્મા થેડા જન્મમાં કર્મઋણથી મુક્ત થવા માંગતા હોય, તેમના પર કર્મના લેણદારો એકદમ તરાપ કરે છે; અને તેથી તેમના માર્ગમાં અનેક ઉપસર્ગો વિનિ આવે છે. કેટલાંક ઉપસર્ગો આ કારણથી આવે છે, વળી સમાગે ચાલનારને કેટલાક ઉપસર્ગો તેમના સગુણની કસોટી