Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૫૮ ]
ધમબિન્દુ तत्र स्त्रीकथापरिहार इति ॥४१॥ અર્થ–સ્ત્રી કથાને ત્યાગ કરે.
ભાવાર્થ-બ્રહ્મચારી પુરૂષે તો સ્ત્રીકથાને તદન પરિહાર કરે. હાલમાં લખાતાં નેવેલે તેમજ કથાઓ ઘણી ખરી સ્ત્રીઓના વર્ણનથી ભરપૂર હોય છે; કામને ઉદ્દીપન કરનારા તે ગ્રંથ નીવડે. છે. માટે સ્ત્રીકથા સાંભળવી નહિ તેમ વાંચવી નહિ. - તે કથા ચાર પ્રકારની ટીકાકાર લખે છે. જાતિકથા, કુળકથા, રૂપકથા, અને વસ્ત્ર કથા.
આ કથાઓ મનને વિવલ કરી નાંખે છે, અને મન, ઈન્દ્રિયોને વિષય તરફ પ્રેરે છે, અને બ્રહ્મચર્યને ભંગ થવાને અથવા સ્વપ્નમાં વીર્યસ્ત્રાવ થવાને ઘણાજ ભય રહે છે. માટે જે લેકેએ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું મહાવ્રત અંગીકાર કર્યું છે, તેવા પુરૂષોએ કામને વિષયવાસનાને ઉદ્દીપન કરનારી સ્ત્રી કથાને ત્યાગ કર.
નિવઘાનુvસનમ કૃતિ ઇરા અર્થ–સ્ત્રીના આસન ઉપર બ્રહ્મચારીએ બેસવું નહિ.
ભાવાર્થ –પાટ, પાટલે પ્રમુખ વગેરે સ્ત્રીને બેસવાની જગ્યા ઉપર સ્ત્રી ઉઠી ગયા પછી પણ બે ઘડી સુધી સાધુએ બેસવું નહિ. કારણ કે જે તત્કાળ સાધુ તે સ્થાને બેસે, તે સ્ત્રીના શરીરના. સંગથી પાટલામાં આવેલા ઉષ્ણ સ્પર્શથી મનને વિવલ થવાને ભય રહે છે. શરીરમાંથી પરમાણુઓ સમયે સમયે ખરે છે, અને નવા નવા આવે છે, માટે જે સ્ત્રી વિષયી હેય, તેના વિચારના પરમાણુઓ તેજ સ્થળે ખરેલા હોય. પરમાણુઓ અદશ્ય છે, પણ શરીરના સબંધમાં આવતા તેવા પ્રકારને વિચાર ઉત્પન્ન કરવા સમર્થ થાય છે. માટે બ્રહ્મચારીએ તેજ સ્થળે તરતજ ન બેસવું.
इन्द्रियाऽप्रयोग इति ॥४३॥