Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૭૦ ]
ધર્મબિન્દુ આ ચાર ગુણે સાધુ ધર્મની મૂળ ભૂમિકા રૂપ છે, આધાર રૂપ છે, માટે નિરંતર તે હૃદયમાં રાખવા.
પાદરા રતિ ૬
અર્થ—કોધાદિ ચાર શત્રુઓના ઉદય જ ન થાય તે પ્રયત્ન કરે.
ભાવાર્થ –કાદવમાં પગ પડે અને પછી તે ધેવાને પ્રયત્ન કરે પડે તેના કરતાં કાદવમાં પગ ન પડે તે વધારે સારૂ–એ સવ કઈ કબૂલ કરે છે; માટે કેધ વગેરે મનેવિકારે જાગ્રત થાય, અને પછી તેમને વિફળ કરવા, તેના કરતાં ક્રોધ વગેરેને ઉદય જ ન થાય તેવો વ્યવહાર સાધુ પુરૂષે રાખવે.
જે જે કારણેથી ક્રોધ, માન, માયા અને લોભ ઉદયમાં આવે તે તે કારણે જ સાધુ પુરૂષે વિચાર પૂર્વક ત્યાગ કરવો ઘટે છે, પણ કદાચ ક્રોધ વગેરેને ઉદય થયે તે શું કરવું તે વાત શાસ્ત્રકાર જણાવે છે.
तथा वैफल्यकरणमिति ॥६८॥ અર્થ – ઉદય પામેલા ક્રોધ વગેરેનું નિષ્ફળપણું કરવું.
ભાવાર્થ–પૂર્વ જન્મ ઉપાર્જિત કર્મના બળથી, તેવાં તેવાં નિમિત્તે કારણે મળવાથી કેધને ઉક્ય કદાપિ થાય, છતાં ક્રોધના આવેશમાં જે જે કામ આપણે કરવા ધારતા હોઈએ, તે તે ન કરવું, આથી ક્રોધ વગેરે નિષ્ફળ થશે. આમ થાય ત્યારે જ પૂર્વે જણાવેલા ક્ષમા, મૃદુતા, સરલતા, અને સંતેષ ગુણે ખરી રીતે પરિણમેલા કહી શકાય.
વિપwવન્તરિ દશ અર્થ-ક્રોધ વગેરેના ફળને વિચાર કરે.