Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૩૬૮ ]
ધર્મબિંદુ અને વશ થાય, એવું જિનેશ્વર પરમાત્માનું આચરેલું તમ છે.
શરીર એ સાધન છે. અને તે સાધનને નાશ કરવાથી આત્મકલ્યાણ કદાપિ થવાનું નથી. તે સાધન સ્વેચ્છાએ ચાલી મનને તથા આત્માને પિતાના સ્વાધીન ન કરી લે તે માટે તેને વશ કરવાનું છે. આ બાબત ઘણીવાર પ્રસંગે પ્રસંગે આ પુસ્તકમાં વર્ણવામાં આવી છે, છતાં તેની એટલી બધી જરૂર છે કે ફરીથી તે કહેવામાં પુનરૂતિદોષ લાગતો નથી.
તથા પરનુamતિ દ્દરા
અર્થ–પરને અનુગ્રહ થાય તેવી કિયા સાધુએ. કરવી. | ભાવાર્થ-જેમ બને તેમ જ્ઞાનદાન આપી અન્યને ઉપકાર કરે. કારણ કે વિદ્યાદાન અન્યદાન કરતાં અધિક છે, અને ધર્મના જ્ઞાનનું દાન તે તેથી પણ અધિક લાભકારી છે, કારણ કે ધર્મના ઉચ્ચ સિદ્ધાંતનું જ્ઞાન અને કેવળ તેજ જ્ઞાન-મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરવા સમર્થ છે, માટે અનુગ્રહ બુદ્ધિથી લેકેને ઉપદેશ આપ.
સાંભળનારને લાભ થાય યા ન થાય પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ આપનારને તો એકાન્ત લાભ છે, માટે જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ વધારે વધારે નમ્રતા ધારણ કરવી, અને તે જ્ઞાનને ફેલાવો થાય તેમ પ્રયત્ન કરવો એજ સાધુ પુરૂષોને. પરમધર્મ છે.
तथा गुणदोषनिरूपणमिति ॥६४॥
અથ–સર્વ ક્રિયાને વિષે ગુણ દેવનું નિરૂપણ કરવું.