Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
तथा अवग्रहशुद्धिरिति ॥ ५४ ॥
અ:-ગ્રહણ કરેલી ભૂમિની
[ ૩૬૩
શુદ્ધિ કરી ત્યાં વાસ
કરવા.
ભાવાર્થ :—સાધુની પેતાની તા કાઈ જમીન નથી, માટે જમીનમાં વાસ કરતા પહેલા સાધુએ દેવેન્દ્ર, રાળ, ગૃહપતિ શય્યાતર (ધરનેા સ્વામી) અને સાધક આ પાંચેની અનુજ્ઞા માગવી.
દક્ષિણ દિશાને ધણી સૌધર્મેન્દ્ર છે, માટે ભરતખંડના યતિએ તેની આજ્ઞા પ્રથમ માગવી, તેમજ ભરતક્ષેત્રના રાજા ચક્રવતી વગેરે હોય તેની આજ્ઞા માગવી, પછી ગૃહપતિની એટલે તે દેશના નાયકની રજા માગવી. પછી તે નિવાસ આપનાર ધરના સ્વામીની રજ માગવો, અને છેવટે જે નગરમાં વાસ કરે તેની આસપાસ પંચકાશ પન્તમાં રહેલા આચાય, ઉપાધ્યાદિની રજા માગે. પાતાને જેટલા જમીનના ભાગની જરૂર ાય, તેટલા ભાગને માટે આ રીતે આજ્ઞા માગવો એ અવગ્રહ શુદ્ધિ કહેવાય. આ રીતે અવગ્રહ શુદ્ધિ કરી સાધુ ત્યાં વાસ કરે.
માસાપિ રૂતિ વા
અઃ—માસાદિક કપ પ્રમાણે વિહાર કરે.
ભાવા:—માસકલ્પ અને આદિ શબ્દથી ચતુર્માંસકલ્પ સમ જવા. એક માસ સુધી એકજ સ્થળે રહે, પછી બીજે સ્થળે વિહાર કરે, ત્યાં એક માસ રહી ત્રીજે સ્થળે વિહાર કરે, શાસ્ત્રમાં જે રીતે માસકલ્પ તથા ચતુર્માસકલ્પ કરવાના કહ્યો છે, તે રીતે કરે. પણ જો દુષ્કાળ પડે, રાજાએનુ પરસ્પર યુદ્ધ ચાલે, પેાતાને પગે ચાલી વિહાર કરવાનું બળ ઓછું થયું હોય, તેવા સમયમાં જુદા જુદા દેશમાં ફરી માસપ વગેરે કરવાનુ ન બને તેા શું કરવુ? તેને શાસ્ત્રકાર જવાબ આપે છે.