Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૬૫ ભાવાર્થ:-ધર્મરૂપી કલ્પવૃક્ષ છે. તેનું મૂળ સમ્યગ્દર્શન છે. જ્ઞાન અને વિનય વગેરે તેને સ્કન્ધ ભાગ છે; દાન, શીલ, તપ અને ભાવ રૂ૫ શાખા ઉપશાખા છે. અને મનુષ્ય સંબંધી સુખે રૂપ પુ૫ છે, અને પરમ કલ્યાણનું સ્થાન મેક્ષ તે રૂપ ફળ છે.
આવા ધર્મરૂપ કલ્પવૃક્ષને છેદનાર નિયાણું છે; માટે ધર્મકરણ. કરી કદાપિ દેવતાની અથવા રાજદિકની ઋદ્ધિની વાંછના કરવી નહિ. હંમેશા લબિ૬ મેક્ષ હોવું જોઈએ. જેમ અનાજ ઉગાડવા જતાં ઘાસ વગેરે ઉગે છે. તેમ મોક્ષરૂપ ઋદ્ધિ મેળવવા જતાં દેવના તથા મનુષ્ય સંબંધીનાં સુખ તો ઘાસ રૂપે સ્વયમેવ મળી જશે. માટે નિરંતર નિષ્કામ વૃત્તિથી કામ કરવું. - જ્યાં સુધી મનુષ્યને કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુની ઈચછા. છે, ત્યાં સુધી તે વસ્તુ મેળવવા તેણે જન્મ લે જ પડે. પણ ઇચ્છા વગર શુભ કામ કરે છે, તેને શુભ કામે બંધનરૂ૫ થતાં નથી. અને કદાચ કોઈ પણ બીજ બાકી રહેલા કાર્યના ઉદયથી જન્મ લેવો પડે, તે શુભ કર્મથી બંધાયેલું પુણ્ય સમૃદ્ધિરૂપે તેને મળે છે. માટે કોઈ પણ પ્રકારનું નિયાણું બાંધવું નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે – यः पालयित्वा चरणं विशुद्धं करोति भोगादिनिदानमज्ञः। हि वर्द्धयित्वा फलदानदक्षं स नन्दनं भस्मयते वराकः ॥१॥
જે મૂર્ખ માણસ વિશુદ્ધ ચારિત્ર પાળીને, ભેગાદિક મેળવવાનું નિયાણું કરે છે, તે મંદ પુરૂષ ફળ આપવાને ચતુર એવા નન્દવનને વૃદ્ધિ પમાડીને બાળી દે છે. ત્યારે હવે કરવું શું તેને જવાબ આપે છે.
વિદિતમિતિ પ્રકૃત્તિપિતિ 3 અથ–-શાસ્ત્રમાં કહ્યું છે એમ ધારીને પ્રવૃત્તિ કરવી.
ભાવાર્થ –ભગવંતે કરણ કરી આપણને જણાવ્યું છે, કે: આ આપણું કર્તવ્ય છે, માટે તે કર્તવ્ય બજાવવું. ભગવદ્ગીતા. પણ તે જ સિદ્ધાન્તને પુષ્ટિ આપતાં કહે છે કે –