Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૫
[ ૩૪૫ કપટ રહિત ભાવથી, હર્ષ સાથે સાધુઓએ જવું જોઈએ. માંદા વગેરેની સારવાર આદર સહિત કરવી કે જેથી તેના ચારિત્રના પરિગામ બગડે નહિ.
તથા પોnતુતિ | ૭ | અર્થ–પરને ઉદ્વેગ થવાનું કારણ પિતે ન બને.
ભાવાથ–પોતાના પક્ષમાં રહેલા તથા પર પક્ષમાં રહેલા ગૃહસ્થ અથવા પાખંડી લકને જે કાર્યથી ઉગ થાય, તેવું કાર્ય કરે. અથવા ઉગ કરનારું વચન પણ ન બોલે. સાધુ પુરૂષો જ્યાં જાય ત્યાં તેમના પ્રભાવથી શાંતિ વ્યાપવી જોઈએ; અને ઉગનાં કારણે હેય, તે પણું નાશ પામવા જઈએ. તેને બદલે જે સાધુ પુરૂષો ઉદ્વેગના કારણભૂત થાય તે ખરા સાધુ પદને લાયક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે
ધમ કાર્યમાં ઉદ્યમવન્ત થયેલા પુરૂષે પરને અપ્રીતિ થાય તેવું કાર્ય કરવું નહિ. પરને અપ્રીતિ થવાનું કારણ દૂર કરવાથી સંયમ અધિક શેભે છે; આ સ્થળે મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વિચારવા લાયક છે.
કાઈક સમયે મહાવીર ભગવાન કઈ તપાસના આશ્રમમાં 1 ઉતર્યા; પણ ત્યાં પોતાના વસવાથી તે તાપસ લોકોને અપ્રીતિ થશે, અને તેથી બીચારા બેધિબીજ મેળવી શકશે નહિ, એવું જણાવાથી સાધુને જે કાળમાં વિહાર કરવો ઘટતો નથી તેવા અકાળમાં પણ મહાવીર ભગવાને ત્યાંથી વિહાર કર્યો. તેજ રીતે સંયમના અથો સાધુ પુરૂષોએ ભાવ શુદ્ધિ રાખવા માટે લેકને અપ્રીતિ થાય તેવા સ્થાનને ત્યાગ કરવો, અને જે તે સ્થાનેથી બીજા સ્થળે વિહાર કરવાનું કેઈ કારણ વિશેષથી અશક્ય લાગે, તે પોતાને દેષ ચિન્તવવો.” નીચે પ્રમાણે તે સાધુએ વિચાર કરો.